અમદાવાદ: પાછલા કેટલાક વર્ષોમાં બાળકો અને યુવાઓમાં હાડકા અને સાંધાની સમસ્યા-તકલીફોમાં ૨૦થી ૨૫ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે, હવે આજના આધુનિક અને સગવડભર્યા યુગમાં શારીરિક શ્રમ કે, ચાલવાનું, કસરત અને આરોગ્યપ્રદ આહારની વાત કયાંક વિસરાઇ રહી છે, જેના પરિણામે, લોકોમાં ખાસ કરીને હાડકા-સાંધાની તકલીફો અને બિમારીઓ વધી છે. ૩૫થી ૪૦ વર્ષ પછી હાડકા નબળા પડવાની ઓસ્ટીઓપોરોસીસની બિમારી જે સામાન્ય રીતે મહિલાઓમાં વધુ જાવા મળે છે તે, ઓસ્ટીઓપોરોસીસની બિમારી હવે ૧૪-૧૫ વર્ષના બાળકોમાં પણ સામે આવી રહી છે જે ચિંતાજનક વાત કહી શકાય એમ અત્રે ગુજરાત ઓર્થોપેડિક એસોસીએશના પ્રમુખ ડો.જયોતિન્દ્ર પંડિત, સેક્રેટરી ડો.નવીન ઠક્કર અને ગોઆકોન-૨૦૧૯ના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.કમલેશ દેવમુરારીએ જણાવ્યું હતું.
ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન દ્વારા આજથી તા.૧, ૨ અને ૩ ફેબ્રુઆરી દરમ્યાન ત્રણ દિવસની ૩૭મી વાર્ષિક કોન્ફરન્સ (ગોઆકોન-૨૦૧૯)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૮૦૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ-ફેકલ્ટી, તબીબો ભાગ લઇને ઓર્થોપેડિક્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ અને વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવા એકત્ર થઇ રહ્યા છે. આ પ્રસંગે ગુજરાત સહિત દેશભરમાં હાલ ઓર્થોપેડિક વિષયને લઇ વર્તમાન સ્થિતિ અંગે ગુજરાત ઓર્થોપેડિક એસોસીએશના પ્રમુખ ડો.જયોતિન્દ્ર પંડિત, સેક્રેટરી ડો.નવીન ઠક્કર અને ગોઆકોન-૨૦૧૯ના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો.કમલેશ દેવમુરારીએ વધુમાં જણાવ્યું હતું કે, પાછલા વર્ષોની સરખામણીએ સાંધા-ઘૂંટણના દુખાવા, ઘસારાની તકલીફો વધી છે અને ની રિપ્લેસમેન્ટ કે જાઇન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનો પણ ઘણા વધ્યા છે. જા કે, તે વધવા પાછળ લોકોની જાગૃતિ, મેડિકલેઇમ ઇન્શ્યોરન્સ સહિતના પરિબળો પણ કયાંક ને કયાંક સામેલ છે. પહેલા કરતાં હવે હાડકાના ફ્રેકચર પણ એકથી વધુ પ્રકારના અને વધુ ટુકડા થવા સાથેના સામે આવી રહ્યા છે તેનું કારણ, પહેલાં કરતાં હવે લોકોના સ્નાયુ અને હાડકા પ્રમાણમાં નબળા પડયા છે. જેનું મુખ્ય કારણ, શારીરિક શ્રમ, કસરતનો અભાવ અને યોગ્ય આહાર અને સંતુલિત જીવનશૈલીનો અભાવ છે. પહેલા બાળકો ખુલ્લા આકાશ નીચે, ભરતડકામાં ખુલ્લા મેદાનમાં રમતા જાવા મળતા હતા પરંતુ હવે ઇન્ડોર ગેમ્સ અને ઘરોમાં જ મોબાઇલ-વીડિયો ગેમ કે ટીવી જાવામાં વ્યસ્ત હોય છે. જેના કારણે બાળકોમાં સૂર્યપ્રકાશ મારફતે જે વિટામીન ડી પ્રાપ્ત થતો હતો, તેની ગંભીર ઉણપ સામે આવી રહી છે.
જેથી વાલીઓએ પણ આ વાતને ગંભીરતાથી લક્ષ્યમાં લઇ બાળકોને ખુલ્લા વાતાવરણમાં રમતગમત અને કસરત માટે પ્રોત્સાહિત કરવા જાઇએ. તેમણે ઉમેર્યું કે, ત્રણ દિવસની આ કોન્ફરન્સની આ વખતની થીમ લેટ્સ મૂવ ટુગેધર રાખવામાં આવી છે. આ કોન્ફરન્સમાં મેડિકલ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા વક્તાઓ ઓર્થોપેડિક્સ ક્ષેત્રે પોતાની નવીન શોધખોળ અને ટેકનીકને રજૂ કરશે. આ ઉપરાંત ત્રણ સાયÂન્ટફિક વર્કશોપમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ પોતાના અનુભવો રજૂ કરીને શ્રોતાઓના જવાબ આપશે. આ સાથે કોન્ફરન્સમાં ૩૭ લાઇફ સ્ટોરિઝ, ૭૦થી વધુ એÂક્ઝબિટર્સ, ૭ સિમ્પોઝિયમ, ૬૦ પોસ્ટર્સ, ૫૫ રાષ્ટ્રીય સ્પીકર્સ તેમજ સિંગાપોર અને યુકે સહિતના દેશોના ૪ આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ ભાગ લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગોઆકોન મેડિકલ પ્રેક્ટિશનર્સને ક્લિનિકલ પેપર્સ રજૂ કરવાની તથા તેના ઉપર ચર્ચા વિચારણા કરવાનું મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરતું આવ્યું છે, જેથી આ વખતની અમદાવાદ ખાતે યોજાયેલી આ ત્રિદિવસીય કોન્ફરન્સ પણ ખૂબ સફળ રહે તેવું આયોજન કરાયું છે.