અમદાવાદ : ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વિનાશક વાયુ વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ૧૦ જિલ્લા જે તોફાનથી પ્રભાવિત થનાર છે તેમાં કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. ૬૦ લાખથી વધુ લોકોને એકંદરે અસર થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્રણેય સેનાઓને એલર્ટ કરાઈ છે જેમાં ભૂમિ સેના, નૌકા સેના અને હવાઈ દળનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાના સુરક્ષા જવાનોને પણ એલર્ટ કરાયા છે.