ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હિપેટાઈટીસ સીનો ચેપ ટાળવા સારવાર સાથે તમારી બ્લડ બેન્ક પસંદ કરો : ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ

ખબરપત્રીઃ કોઈ બ્લડ બેન્કમાંથી લોહી મંગાવતી વખતે દર્દીના પરિવારના સભ્યો અને ખાસ કરીને સારવાર આપનારા એ નથી જાણતા હોતા કે જે લોહીનો ઉપયોગ કરવાનો છે તેના હિપેટાઈટીસ અને એચઆઈવી જેવા ચેપના સંદર્ભના પરીક્ષણો થયા છે કે નહી. તેમણે તેની તપાસ કરાવવી જોઈએ. મોટાભાગના લોકોને ખયાલ નથી આવતો કે પરીક્ષણ કરવામાં આવેલા લોહીમાં પણ પેથોજેન્સ જેવા તત્વો હોઈ શકે છે અને વર્તમાન સમયમાં પરીક્ષણ નહીં કરાયેલા લોહીમાં તેની સંભાવના વધુ હોય છે. આપણે આ વર્ષે ૨૮મી જુલાઈએ વર્લ્ડ હિપેટાઈટીસ ડે મનાવ્યો છેત્યારે અમદાવાદના ડૉક્ટર્સ લોકોને સ્થાનિક બ્લડ બેન્કોમાંથી લોહી લાવતી વખતે ચેપગ્રસ્ત લોહી મારફત સમાજમાં હિપેટાઈટીસ બી અને સી ફેલાવાના સંભવિત જોખમ અંગે ચેતવણી આપે છે.

‘થેલેસેમિયા અને અન્ય વારસાગત બ્લડ ડિઓસર્ડરથી પીડિત લોકોને તેમના સંપૂર્ણ જીવનમાં વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. હું હંમેશા દર્દીઓ અને તેમના પરિવારોને બ્લડ બેન્કમાંથી આવતા લોહીના નવા યુગની પરીક્ષણ પદ્ધતિઓ હેઠળ તપાસ કરાવવા જણાવું છું. આ નવી પદ્ધતિઓમાં ચોતી પેઢીના એલિશા અને એન્ટીબોડી પરીક્ષણોનો સમાવેશ થાય છે. આ લોહી મારફત કોઈ ચેપ શરીરમાં ન આવે તેની ખાતરી કરવાનો આ પરીક્ષણોનો હેતુ હોય છે. નેટ (ન્યુક્લેઈક એસિડ ટેસ્ટ) આવો જ વધુ એક અત્યાધુનિક ટેસ્ટ છે, જે ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન્સ (ટીટીઆઈએસ) અટકાવવામાં મદદરૂપ થાય છે. હિપેટાઈટીસ બી અને સી તથા એચઆઈવી એવા સૌથી સામાન્ય ચેપી રોગ છે, જે ચેપી લોહીથી ફેલાય છે. ફરી એક વખત એચબીવી અને એચસીવીના કો-ઈન્ફેક્શન્સ રીપ્લેસમેન્ટ દાતાઓમાં સૌથી વધુ જોવા મળે છે અને આ સારવારના પગલે તેમનામાં હિપેટોટોક્સિટીનું જોખમ વધુ રહેલું હોય છે. અહીં ખાસ એ નોંધવું જોઈએ કે સ્વસ્થ દાતામાં પણ બધા જ પ્રકારના ચેપની તપાસ કરાવવી જોઈએ,’ તેમ અમદાવાદમાં વેદાંત હોસ્પિટલના પ્રતિષ્ઠિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. નિલય મહેતાનું કહેવું છે.

તપાસ નહીં કરાયેલું લોહી દર્દીને તેના બ્લડસ્ટ્રીમમાં પ્રવેશીને જીવન માટે જોખમી વાયરસીસનો ભોગ બનાવી શકે છે.

‘મોટાભાગના લોકો લોકોને જાગૃત કરવાના વ્યાપક અભિયાનોના પગલે એચઆઈવીના જોખમો અંગે જાણે છે. જોકે, બહુ ઓછા લોકો હિપેટાઈટીસ બી અંગે જાણતા હશે. એચઆઈવીની જેમ જ આ વાયરસ બ્લડ અને અન્ય બોડી ફ્લુઈડ્‌સ મારફત ફેલાય છે. વધુમાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો હિપેટાઈટીસ સી અંગે જાણે છે. અહીં સમસ્યા એ છે કે બી વાયરસ સામે લડવા માટે હિપેટાઈટીસ એ સાથે રસી છે, પરંતુ સી માટે કોઈ રસી નથી. વધુ ખરાબ બાબત એ છે કે હિપેટાઈટીસ સી અસિમ્પ્ટમેટિક છે કારણ કે કેટલાક વર્ષો સુધી આ બીમારીના કોઈ સ્વાભાવિક લક્ષણો જોવા મળતા નથી. જો સમયે બીમારીના લક્ષણો (લોહીની ઉલટી થવી, કાળા ઝાડા થવા) દેખાવા લાગે છે તયાં સુધીમાં તેનાથી લિવરને ગંભીર નુકશાન થઇ ગયું હોય છે, – તેમ ડો. નિલય મેહતા જણાવે છે.

 

Share This Article