ક્રોપલાઈફ ખેડૂતોને જંતુનાશકોનો સાવધાનીપુર્વક ઉપયોગ અને તેના કન્ટેનરનો નિકાલ ગુજરાતના ગામડાંઓમાં કઈ રીતે કરવો તે વિશે જાણકાર કર્યો
- ક્રોપલાઈફ ઈન્ડિયાએ ખેડૂતો ના કલ્યાણ માટે જે એગ્રો કેમીકલ્સ કન્ટેઈનરની જાડવણી અને નિકાલ વિશે જાગૃતતા વધારવા ગુજરાતના ભરૂચ જીલ્લાના બે ગામડાંમાં એક પહેલની શરૂઆત કરી.
- પ્રોજેક્ટ ડિસેમ્બર 2016માં શરૂ કરવામાં આવ્યો હતો, ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ અને કન્ટેઈનર નું ખેડૂત જાણકાર કાર્યક્રમ દ્વારા લાભ નો ફાયદો દર્શાવવા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કો-ઓપરેશન એન્ડ ફાર્મસ વેલ્ફેર, મીનીસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મસ વેલ્ફર, ભારત સરકાર ના ગ્રો સેફ ફુડ કેમ્પેઈન હેઠળ શરૂઆત કરી હતી જેથી ખેડૂતોના જોડાણ દ્વારા ખેતીની સસ્ટેઈનેબીલીટી જાડવવા કામ કરશે
ભરૂચ ખેડૂતોને સુરક્ષિત અને જવાબદારીભર્યા જંતુનાશકના અને કન્ટેઈનર મેનેજમેન્ટના ઉપયોગ વિશે જાગૃત કરવાની તેની માન્યતાને ધ્યાનમાં રાખીને, ક્રોપલાઈફે આજે ખેડૂતો સાથે વાર્તાલાપ અને કન્ટેઈનર ક્લેકશન મેનેજમેન્ટ ઈવેન્ટનું ગુજરાતના ભરૂચ જિલ્લાના બે ગામમાં, બોરબથા બેટ અને સજોદમાં આયોજન કર્યું હતું. ભારતનો પાઈલોટ પ્રોજેકેટ્ જે જંતુનાશકોનો જવાબદારપુર્વક ઉપયોગ બદલ, સ્વસુરક્ષાના સાધનોનો ઉપયોગ અને એગ્રો-કેમિકલ કન્ટેઈનરનો નિકાલ ખેડૂત કલ્યાણ ની વધતી ચિંતાઓ ઘટાડવા પર કેન્દ્રિત છે તે તેના બીજા પડાવમાં કામ કરી રહ્યા છે.
આ ઈવેન્ટ વિશે વાત કરતાં, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ચીફ વૈજ્ઞાનિક, કેવીકે ભરૂચ અને ડો. કે.જી. પટેલ, ડીન, કૃષિ યુનિવર્સિટી, નવસારી કેમ્પસ ભરૂચ પણ એ જ જણાવે છે આ ક્રોપલાઈફ ઈન્ડિયાની એક પ્રશંસનિય પહેલ છે જે ભરૂચના ખેડૂતોને પાક બચાવવાના પ્રોડક્ટ અને ઉપયોગ કરેલા કન્ટેઈનરનો નિકાલ વિશે જાગૃત કરે છે. આ કાર્યક્રમ અમને ગ્રો સેફ ફુડ મિશન ને હાંસલ કરવા અમને નજીક લાવે છે અને અમને અમારા ખેડૂતોને વ્યાજ અને તેની સારસંભાળ રાખવામાં મદદ કરે છે.આ ટ્રેનિંગ માત્ર ખેડૂતોને જ નહીં પરંતું તેમના કુટુંબો, શાળાનાવિદ્યાર્થીઓ, અને સરકારી અધિકારીઓને ફ્રેમવર્ક કરી આ શિક્ષણ આપશે. આ પહેલ પાકની ગુણવત્તા અને ઉત્પાદકાત પર સકારાત્મક અસર કરે છે, અને ખેડૂતોની જીવનશૈલીમાં સુધાર લાવવાનો ધ્યેય ધરાવે છે.
તેઓ ભારપુર્વક પ્રદુષણ નિંયત્રણ ખાતા દ્વારા આપવામાં આવેલ સહકારને પણ સન્માન્યો હતો જેને પાઈલોટને કામ કરવા જે થોડા સમયમાં ઉપલબ્ધ બનશે તેને લાઈસન્સ બનાવ્યું, તેમ છતાં કાર્યવાહીમાં તેના શરતો અને ખર્ચા માં જે આ નવીનતમ પહેલમાં સમાજની સુરક્ષાના વ્યાજમાં ચુકવવી પડે તેમાં રાહત મેળવવાની વિનંતી કરી છે.
બ્રિજ ઉબેરોય, સીઇઓ, કોર્પલાઇફ ઇન્ડિયાએ દર્શકોને સંબોધતા ઉમેર્યું, “ભરૂચમાં ખેડૂતોને શિક્ષણની પહેલ પાછળનો અમારો હેતુ, ખેડૂતોની સ્વ-સ્થિરતાનો છે. અમે અમે એક મોડેલ તૈયાર કરીને આ લક્ષ્યાંક હાંસિલ કર્યો છે, જેનાથી તેઓ ઘરના તથા કામના સ્તરે સમાજની સાથે મળીને તેમના પ્રાંતમાં ઉભા થતા પડકારોનો ઉકેલ લાવી શકે.” વ્યક્તિગત સુરક્ષાના સાધનોના સરળ ઉપોયગને પ્રોત્સાહન આપવા માટે જાહેર અને ખાનગી ભાગીદારીની જરૂરિયાત તથા જંતુનાશકના કન્ટેનરના નિકાલને તેમા આપેલા માર્ગદર્શન અનુસાર સલામત નિકાલની ખાતરી પર તેમને ભાર મુક્યો હતો. “ગ્રામ્યસ્તરે અમારી કામગીરી કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ગ્રો સેફ ફૂડ કેમ્પેઇનની સફળતાને વ્યાખ્યાયિત કરશે તથા અમે આશા રાખીએ છીએ કે, આ લક્ષ્યાંક બે વર્ષમાં જ હાંસિલ કરી શકીશું. કોર્પલાઇફ દ્વારા જિલ્લામાં અત્યાર સુધી નોંધપાત્ર સિમાચિન્હ બનાવ્યું છે, પાક ઉત્પાદન ટેકનોલોજીના આ કાર્યક્રમ હેઠળ ઘણા ગ્રામ્ય વિસ્તાર અને લગભગ 2000 ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.”
આજની બે ઇવેન્ટમાં લગભગ 500 જેટલા ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે, જેનું સંકલન અને આભાર વિધી કોર્પલાઇફ ઇન્ડિયાના સચિવાલય શ્રી સોની મામહાઈ દ્વારા કરવામાં આવી હતી.
કોર્પલાઇફ ઇન્ડિયા દ્વારા બોરબાથ બેટ, ધાનતુરિયા, સાજોદ અને કાંશિયા જેવા ચાર ગામમાં તેનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, જેમાં લગભગ 2000 જેટલા ખેડૂતોએ ક્લાસરૂમ તથા ફિલ્ડની તાલિમ મેળવી હતી. કોર્પ લાઈફ ઇન્ડિયા દ્વારા મહિલા સ્વ-સહાય જુથો માટે પણ કાર્યક્રમ હાથ ધર્યા હતા અને તેમાં 4 શાળાઓમાં લગભગ 650 વિદ્યાર્થીઓને આવરીને જાગૃતતા કાર્યક્રમ કર્યા હતા. કોર્પલાઈફ ઇન્ડિયાએ આ જ પ્રકારના પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ તથા બિહારમાં કર્યા છે અને આગામી સમયમાં દેશના અન્ય રાજ્યોમાં પણ આ કામગીરીને આગળ વધારશે.
પ્રોગ્રામમાં ખેડૂતોને તાલિમ આપવાનું સામેલ છે, ઉપરાંત ક્લાસરૂમમાં અભ્યાસ, પ્રેક્ટિલ ફિલ્ડના તાલિમ સેશનનો પણ સમાવેશ થાય છે. તાલિમ વિગતોમાં 16 વિસ્તૃત મોડ્યુલ્સનો સમાવેશ થાયે છે, જેમાં સંગઠિત પેસ્ટ મેનેજમેન્ટ, લાભદાયી જીવાતોની મદદ તેમા પરાગરજનો પણ સમાવેશ થાય છે, ઉપરાંત કેમિકલના વપરાશ અંગેની સમજદારી અને જવાબદારી, જંતુનાશક દવાઓનો સલામત સંગ્રહ, નકલી દવાઓ તથા ગેરકાયદેસર પ્રોડક્ટની અસરો, પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ- વ્યક્તિગત સુરક્ષા સાધનો)નો ઉપયોગ જેમાં માસ્ક, હાથમાં પહેરવાના મોજા, સ્પ્રે કરવાની યોગ્ય પદ્ધતી, સ્પ્રેયર અને નોઝલની યોગ્ય જાળવણી અને ઉપયોગ કરવામાં આવેલા કન્ટેનરનું ત્રણવખત ધોવાણ જેવી બાબાતનો સમાવેશ થાય છે.
કોર્પલાઇફ ઇન્ડિયાએ તેમનો મુખ્ય પ્રોજેક્ટ “સેફ એન્ડ રિસ્પોન્સિબલ યુઝ ઓફ પેસ્ટિસાઇડસ અને કન્ટેનર મેનેજમેન્ટ” ડિસેમ્બર 2016માં ગુજરાતના ભરુચ જિલ્લા ખાતે શ્રી ઇશ્વર સિંઘ પટેલ, માનનિય કો-ઓપરેશન મંત્રી, શ્રી દુષ્યંતભાઈ પટેલ, એમએલએ ભરુચ તથા અન્ય ઉચ્ચ સરકારી અધીકારીની હાજરીમાં ચાલુ કર્યો હતો.