સાંજે ૫ કલાકની આસપાસ થઇ શકે છે ગુજરાતના નાથના નામની જાહેરાત
કમલમ્ ખાતેથી ગુજરાત નવા મુખ્યમંત્રી નામની ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે
ગુજરાતમાં નવી ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીના સરકારની કમાન કોણ સંભાળશે તે માટેના નામની જાહેરાત ટૂંક સમયમાં જ કમલમ્ ખાતે કરવામાં આવશે.
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ૯૯ ધારાસભ્યો, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અનેક ભાજપાના દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં હાજર છે. ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ બેઠકમાં ઉપસ્થિત છે. ટૂંક સમયમાં મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નામની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આશરે ૫ કલાકની આસપાસ નવી સરકારના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઇ શકે છે. આ માટે કમલમ્ ખાતે બેઠક યોજાઇ રહી છે. બેઠક નિરીક્ષક અરુણ જેટલી અને સરોજ પાંડેની અધ્યક્ષતામાં યોજાઇ રહી છે. મુખ્યમંત્રીના પસંદગી બાબતે સૌપ્રથમ કોર કમીટીની બેઠક યોજાશે, બાદમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નામની જાહેરાત કરવામાં આવશે.