હાલના સમયમાં માર્કેટમાં શરીરને વધારે તાકાત આપી શકે અને ફિટનેસને જાળવી શકે તે પ્રકારની દવા માર્કેટમાં વધારે જોવા મળે છે. ફિટનેસ, બોડી બિલ્ડિંગ, ગ્લમેર દેખાવવા માટેની દવા, વજનને ઉતરી દેવા સાથે સંબધિત દવા, સેક્સ પાવરને વધારી દેતી દવાનો ભરાવો માર્કેટમાં જોવા મળે છે. આ પ્રકારની દવા બનાવનાર કંપનીઓ મોટા મોટા દાવા પણ કરે છે. જેથી તમામ વયના લોકો તેમની તરફ આકર્ષિત પણ થાય છે. જેથી આ પ્રકારની દવાના માર્કેટ કદમાં ઉલ્લેખનીય વધારો થયો છે. જો કે તબીબો અને નિષ્ણાંતો કહે છે કે આ પ્રકારની દવા હમેંશા ખતરનાક હોય છે. શરીરને ખુબ નુકસાન કરે છે. અમેરિકાભરમાંથી ૧૨ હજાર પુરુષોને આવરી લઈને આ અભ્યાસ કરાયા બાદ તેના તારણો જારી કરાયા છે. આમાં દવાના ઉપયોગ અને આ દવા કઈ રીતે અસર કરે છે તેની બાબત ધ્યાનમાં લેવામાં આવી હતી. અભ્યાસના પરિણામો સેક્યુલર મેડીસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે વાયગ્રા અને અન્ય સેક્સ પાવર વધારતી દવાઓનો માત્ર આનંદ માટે જ ઉપયોગ ખતરનાક છે. આના કારણે ઘણી તકલીફ ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઈડીની ટેવ પડી શકે છે.
આ પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યા બાદ તેના ઉપર આધારિત થવાની બાબત ધીમે ધીમે ફરજિયાત બને છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શરૂઆતના દિવસોમાં આનંદ માટે વાયગ્રા અને તેના જેવી અન્ય દવાઓનો ઉપયોગ કરતી યુવા પેઢીને મોડેથી આ પ્રકારની દવાઓ વગર સેક્સની મજા માણવામાં તકલીફ પડે છે. યુવાનોમાં અને ખાસ કરીને ઇડી દવાઓનો ઉપયોગ કરતા પુરુષોમાં ધીમે ધીમે આવી દવાઓનો ઉપયોગ વધે છે. આનાથી આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થતો રહે છે. પોતાના અભ્યાસમાં આ સંશોધકે ૨૨ વર્ષની વયના સરેરાશ ૧૨૦૦ પુરુષોને આવરી લીધા હતા અને ત્યારબાદ તેના તારણો જારી કર્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે થોડાક સમય સુધી દવાઓના ઉપયોગ બાદ તબીબ પાસેથી ઇડીની સારવારની જરૂર પડે છે. ઓનલાઈન સર્વેમાં મોટાભાગના પુરુષોએ કબૂલાત કરી હતી કે સેક્સ ઇચ્છાને વધુ તીવ્ર બનાવવા વાયગ્રા અને અન્ય પ્રકારની દવાઓનો ઉપયોગ કરાયો હતો.
દવાઓના લાભ છે કે નુકશાન તેની તરફ ધ્યાન અપાયુ નથી. સેક્સ પાવર વધારી દેતા દવાનો ઉપયોગ હાલના સમયમાં વધારે કરવામાં આવે છે. ક્રેઝને ધ્યાનમાં લઇને આ પ્રકારની દવા બનાવનાર કંપનીઓ વધારે સક્રિય થઇ ગઇ છે. સાથે સાથે ધુમ કમાણી કરી રહી છે. આ પ્રકારની તાકાત ધરાવતી દવા વધુને વધુ પ્રમાણમાં વેચાઇ રહી છે. હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આધુનિક સમયમાં પુરુષો દ્વારા સેક્સ પાવર વધારતી દવાઓનો ઉપયોગ આડેધડ થઈ રહ્યો છે. પરંતુ આ દવાઓના દુરુપયોગથી સેક્સ લાઈફને નુકસાન થઈ શકે છે તેમ પણ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. માત્ર નજીવી ખુશી મેળવવા માટે આ પ્રકારની સેક્સ પાવર વધારતી દવાઓનો ઉપયોગ કરનાર લોકો પોતાની સેક્સ લાઈફને જોખમમાં મૂકી રહ્યા છે. અમેરિકામાં નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે.
તબીબોની સલાહ વગર સેક્સ પાવર વધારતી દવાનો ઉપયોગ કરનાર લોકોએ કબૂલાત કરી હતી કે તેમની સેક્સ લાઈફ ઉપર આડેધડ લીધા બાદ માઠી અસર થઈ છે. ઇડી દવાનો ઉપયોગ કરવાની પરંપરા હાલના સમયમાં વધી ગઈ છે. પરંતુ આનાથી પુરુષોના આત્મવિશ્વાસને પણ અસર થઈ રહી છે. અભ્યાસ મુજબ ઇડી દવાનો ઉપયોગ કરનાર પુરુષોમાં શારીરિક રીતે સક્રિય રહેલા લોકોની સરખામણીમાં કોઈ વિશેષ ફાયદો દેખાયો નથી. સેક્સ વેળા સંતોષની બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો આ પ્રકારની દવા કોઈ વધારે ફાયદો કરી રહી નથી.
એકંદરે આવી દવાનો આડેધડ ઉપયોગ કરનાર લોકો તેમની સેક્સ લાઈફને લઈને સંતુષ્ટ દેખાયા નથી. તબીબોની સલાહ વગર આડેધડ દવા લેનાર લોકોને સાવધાન રહેવાની જરૂર છે. નવા સર્વેમાં આ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે.