અમદાવાદ: ગુજરાતના ચકચારભર્યા લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં અગાઉ પકડાયેલા અને દિલ્હી તપાસ અર્થે લઇ જઇ અહીં પરત લવાયેલા અજય પરમાર, પ્રીતેશ પટેલ સહિતનાચાર આરોપીઓના રિમાન્ડની મુદત પૂરી થતાં ગાંધીનગર કોર્ટે તેઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
બીજીબાજુ, ચારેય આરોપીઓ તરફથી કોર્ટ સમક્ષ જામીન અરજી રજૂ કરવામાં આવી હતી, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે. ગુજરાતના ચકચારભર્યા લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં અત્યારસુધીમાં પંદર આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે, જેમાં અગાઉ ધરપકડ કરાયેલા અજય પરમાર, પ્રીતેશ પટેલ સહિતના ચાર આરોપીઓના રિમાન્ડની મુદત પૂરી થતાં પોલીસે આજે તેઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા. જા કે, પોલીસે તેઓના વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. તેથી કોર્ટે તમામ ચાર આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
જો કે, પોલીસે આ તમામ ચાર આરોપીઓની મદદથી દિલ્હીની ગેંગ સુધી પહોંચવામાં અને આંતરરાજય ગેંગની સંડોવણીના પર્દાફાશની સફળતા મેળવી લીધી હતી. દરમ્યાન આ ચારેય આરોપીઓ તરફથી જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે.