અમદાવાદ : સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર એલઆરડી પેપર લીક કેસમાં તપાસનો દોરજારદાર રીતે આગળ વધી રહ્યો છે. હવે વધુ બે નામ સપાટી પર આવ્યા છે. આ બે નામમાંમહેન્દ્ર બોડાના અને અશ્વીન રાજપુતના નામ સપાટી પર આવ્યા છે. મહેન્દ્ર બોડાના મનહરપટેલની સાથે કાર ચલાવી રહ્યો હોવાની માહિતી મળી છે. જે દિલ્હી ગઇ હતી. ઉપરાંતઅશ્વિન રાજપુત લીક આન્સર કીને સરક્યુલેટ કરવામાં સીધી રીતે સામેલ હતો. પોલીસનાકહેવા મુજબ દિલ્હી ગેંગના સંબંધમાં તેમને કેટલીક નક્કર વિગત પણ હાથ લાગી છે.ગુજરાતલોકરક્ષક દળના પેપર લીક કૌભાંડમાં ધરપકડકરાયેલા યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર અને ઇન્દ્રવદન પરમારના દસ દિવસના રિમાન્ડમંજૂર કરવામાં આવી ચુક્યા છે.
જયારે આરોપીરાજેન્દ્ર વાઘેલાને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. પોલીસે ગઇકાલેશુક્રવારે ત્રણેય આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં લોખંડી જાપ્તા સાથે રજૂ કર્યા હતા.જેમાં કોર્ટે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના દસ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂરકર્યા હતા. પોલીસે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણીકરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉમેદવારોને ચાર ગાડીઓમાંચિલોડાથી ગુડગાંવ લઇ જવાયા હતા અને ત્યાંથી દિલ્હીની ગેંગના માણસો તેમના વાહનોમાંઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા અને ત્યાં જુદા જુદા સ્થળોએ પાંચ-પાંચના ગ્રુપમાંબધાને પેપર અને આન્સરશીટ બતાવ્યા હતા તેથી દિલ્હીની આ ગેંગના સંપર્કો, તેના સભ્યો, આન્સર શીટ કોણે આપી અને દિલ્હીની ગેંગસિવાય અન્ય કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલું છે તે સહિતના મુદ્દે આરોપીઓના સાથેરાખી તપાસ કરવાની છે.
પેપર લીક થયા બાદ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા રહ્યા હતા,તેથી તેઓ કયાં કયાં ગયા અને કોના સંપર્કમાંઆવ્યા તેમ જ તેઓને કોણે કોણે મદદગારી કરી, આશરો આપ્યો તેસહિતની વિગતો પણ જાણવાની છે. આરોપીઓને સાથે રાખી દિલ્હી સહિતના સ્થળોએ પાસ માટેજવાનું છે. આ સંજાગોમાં કોર્ટે આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જાઇએ. પોલીસની આરિમાન્ડ અરજી ધ્યાને લીધા બાદ કોર્ટે યશપાલસિંહ અને ઇન્દ્રવદન પરમારના દસ દિવસનારિમાન્ડ મંજૂર કર્યા હતા. જયારે રાજેન્દ્ર વાઘેલાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂરકર્યા હતા. બીજી બાજુ ચકચાર મચાવનાર અનેગુજરાતમાં સરકારની પ્રતિષ્ઠાને ફટકો આપનાર પેપર લીક મામલામાં જુદા જુદા રાજ્યોમાંપણ તપાસ કરવામાં આવી રહી છે. પેપર લીક મામલામાં નિલેશ પટેલની પણ ભાડ મેળવવાનાપ્રયાસ થઈ રહ્યા છે જે કોચીંગ ક્લાસના માલિક તરીકે છે. દિલ્હી ગેંગના ચાવીરૂપગુજરાત લીન્કમાં તેમનો હાથ હોઈ શકે છે. એવી શંકા છે કે પટેલ કેટલીક અન્ય પ્રવેશપરીક્ષાના પેપરો લીક કરવામાં પણ સામેલ છે.