જૂન મહિનામાં બેંકના કામો કરવામાં ઢીલ ના મૂકતા જાેઈલો દેશમાં જૂન મહિનામાં બેકો માં કેટલા દિવસ રજા રહેશે. મે મહિનો પૂરો થવાનો છે. નવા મહિનાની શરૂઆત સાથે, આરબીઆઈએ જૂન મહિના માટે રજાઓની યાદી બહાર પાડી છે. આવી સ્થિતિમાં, જાે તમારી પાસે જૂન મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, કેટલીકવાર આપણે બેંકને લગતા કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા પડતા હોય છે. પરંતુ, જાે તે દિવસે રજા હોય તો અમારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ સમસ્યાને ટાળવા માટે, મહિનાની શરૂઆત પહેલાં, બેંકની રજાઓની યાદી સારી રીતે તપાસવી જાેઈએ. આ પછી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. રજાઓની યાદીમાં રાજ્યોના તહેવારો અનુસાર રજાઓનો પણ સમાવેશ કરે છે. શનિવાર, રવિવાર ઉપરાંત અમે તમને આ મહિનામાં રાજ્યોમાં આવતી કેટલીક ખાસ રજાઓ વિશે પણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે જૂન મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે.
જૂન ૨૦૨૨માં આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે
૨ જૂન – મહારાણા પ્રતાપ જયંતિ / તેલંગાણા સ્થાપના દિવસ – હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, તેલંગાણામાં રજા
૩ જૂન – શ્રી ગુરુ અર્જુન દેવ જીનો શહીદ દિવસ – (આ દિવસે માત્ર પંજાબમાં રજા રહેશે)
જૂન ૫ – રવિવાર
જૂન ૧૧ – બીજાે શનિવાર
જૂન ૧૨ – રવિવાર
૧૪ જૂન – પ્રથમ રાજા / સંત ગુરુ કબીરની જન્મજયંતિ – ઓડિશા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, હરિયાણા, પંજાબમાં રજા
૧૫ જૂન – રાજા સંક્રાંતિ / રૂસ્છ દિવસ / ગુરુ હરગોવિંદ જીનો જન્મદિવસ – ઓડિશા, મિઝોરમ, જમ્મુ અને કાશ્મીરમાં રજા
જૂન ૧૯ – રવિવાર
૨૨ જૂન- ખાર્ચી પૂજા- રજા માત્ર ત્રિપુરામાં જ રહેશે
જૂન ૨૫ – ચોથો શનિવાર
૨૬ જૂન – રવિવાર
૩૦ જૂન- રેમના ની- રજા માત્ર મિઝોરમમાં જ રહેશે
વિવિધ રાજ્યોમાં કુલ ૧૨ દિવસ સુધી બેંકો બંધ રહેશે. આરબીઆઈની રજાઓની યાદી અનુસાર, વિવિધ રાજ્યોમાં તહેવારો અને વર્ષગાંઠોને ધ્યાનમાં રાખીને બેંકોમાં કુલ ૧૨ દિવસની રજાઓ છે. તેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, યુપી, બિહાર વગેરે રાજ્યોમાં આ મહિને વધુ રજાઓ નથી.