મુંબઇ : ખાનગી ક્ષેત્રની યસ બેંકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખાનગી ક્ષેત્રની બેંકોની હિસ્સેદારી અંગેના દાવપેચ હવે તેજ બન્યા છે. હવે એક અગ્રણી જાપાની બેંક પણ આ રેસમાં સામેલ થઈ ગઈ છે, જાપાની બેંકે યસ બેંકમાં હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે, જેના માટે હવે સુમિટોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશનના ગ્લોબલ સીઈઓ અકીહિરો ફુકુટોમે આ અઠવાડિયે ભારત પહોંચી શકે છે અને ડીલ માટે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે. ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, SMBCના CEO તેમની ભારત મુલાકાત દરમિયાન RBI અને SBI ના અધિકારીઓને પણ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SMBC એ યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે અને હવે ગ્લોબલ સીઈઓ હિસ્સો વેચવાની યોજના પર આરબીઆઈ અને એસબીઆઈના વરિષ્ઠ અધિકારીઓને મળશે.સૂત્રોનો દાવો છે કે SMBC એ યસ બેન્કમાં ૫૧ ટકા હિસ્સો ખરીદવા માટે ઇં૫ બિલિયનનું મૂલ્ય નક્કી કર્યું છે. એસબીએમસીએ યસ બેંક પાસેથી વિગતો પણ માંગી છે. સોમવારે (૧૨ ઓગસ્ટ) બજાર બંધ થવાના સમયે, યસ બેંકનું માર્કેટ કેપ ૯.૧ બિલિયન ડોલર (રૂ. ૭૬,૫૩૧ કરોડ) પર પહોંચી ગયું છે. યસ બેંકમાં SBIનો ૨૩.૯૯ ટકા હિસ્સો છે. વર્ષ ૨૦૨૦માં યસ બેંકને બચાવવા માટે SBIએ ૪૯ ટકા હિસ્સો ખરીદ્યો હતો. SBI તેના હિસ્સાનો અમુક હિસ્સો વેચી શકે છે. જુલાઈમાં, ભારતીય રિઝર્વ બેંકે યસ બેંકમાં ૫૧ ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી હતી. સેન્ટ્રલ બેંક દ્વારા રોકાણકારને ભારતીય બેંકમાં ૨૬ ટકાથી વધુ હિસ્સો રાખવાની મંજૂરી આપવાનું આ બીજું ઉદાહરણ છે. ૨૦૧૮માં, આરબીઆઈએ કેનેડાની ફેરફેક્સ હોલ્ડિંગ્સ લિમિટેડને કેરળ સ્થિત કેથોલિક સીરિયન બેંકમાં ૫૧ ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. જીમ્સ્ઝ્રએ હિસ્સો વેચાણ યોજના માટે નાણાકીય સલાહકાર તરીકે જેપી મોર્ગન અને કાનૂની સલાહકાર તરીકે જે સાગર એસોસિએટ્સની નિમણૂક કરી છે.
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલના ત્રણ વર્ષ પૂર્ણ, દાદાએ 11 નવી નીતિઓ કરી જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર...
Read more