વિધાનસભાની ૬ બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ કરી દીધા છે. ઘટનાનું કારણ રાઉન્ડ ૫ દરમિયાન એક ઇવીએમ મશીનનું શીલ તૂટેલી હાલતમાં જોવા મળતા ઉમેદવારે વાંધો જાહેર કર્યો છે. એટલું જ નહીં ઇબીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાના પગલે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવ્યા હતા, તો વહીવટી તંત્રના અધિકારીઓએ ઉમેદવાર ભરતભાઈને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાલ માત્ર ૪૬૯ મતથી આગળ ચલી રહ્યા છે. છેલ્લે આવેલી માહિતી મુજબ ભાજપને ૩૨૧૭ અને કોંગેસને ૨૭૪૮ મત મળેલા છે.
શંકાએ લીધો 2 વર્ષમી માસૂમનો જીવ, જનેતાએ જ કરી નાખી બાળકીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે...
Read more