બોલીવુડ એક્ટર ઇમરાન હાશમી હાલમાં જમ્મૂ કાશ્મીરના પહેલગામમાં પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. સમાચાર છે કે તાજેતરમાં જ્યારે એક્ટર શૂટિંગ પુરૂ કર્યા બાદ સાંજે બહાર નિકળ્યા તો તેમના પર એક તોફાનીતત્વને પથ્થરબાજી કરી હતી. જોકે પથ્થરબાજની ઓળખ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અનંતનાગ પોલીસે આ ઘટનાને લઇને પોતાનું નિવેદન પણ જાહેર કર્યું છે. પોતાના નિવેદનમાં પોલીસે જણાવ્યું કે ‘પહલગામ’માં ચાલી રહેલી ફિલ્મની શૂટિંગ દરમિયાન ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૦૭ :૧૫ વાગે શૂટિંગ પુરૂ કર્યા બાદ એક બદમાશે ક્રૂ મેંબર્સ પર પથરમારો કરી દીધો. આ મામલે પહેલગામના પોલીસ સ્ટેશનમાં FIR (FIR NO. ૭૭/૨૦૨૨) નોંધવામાં આવી છે. તો બીજી તરફ તોફાનીતત્વોની પણ ઓળખ કરી તેને ધરપકડ કરી લીધી છે.
ઇમરાન હાશમી પર પહલગામમાં તે સમયે પથ્થરમારો કરવામાં આવ્યો, જ્યારે તે દક્ષિણ કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યા હતા. સૂત્રોનું કહેવું હતું કે આ સંબંધમાં કલમ ૭૭/૨૨ U/S ૧૪૭, ૧૪૮, ૩૭૦, ૩૩૬, ૩૨૩ અંતગર્ત એફઆઇઆર નોંધવામાં આવી છે. તમને જણાવી દઇએ કે ઇમરાન કાશ્મીરના પહેલગામમાં પોતાની આગામી ફિલ્મ ‘ગ્રાઉંડ ઝીરો’નું શૂટિંગ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે ‘ગ્રાઉંડ ઝીરો’ નું નિર્દેશન તેજસ દેઉસ્કર કરી રહ્યા છે. આ ઉપરાંત ઇમરાન હાશમી, અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ અને સલમાન ખાન સાથે ‘ટાઇગર ૩’ માં જોવા મળશે. સમાચારોનું માનીએ તો ‘ટાઇગર ૩’ માં ઇમરાનનો નેગેટિવ રોલ હશે. તાજેતરમાં એક્ટને ‘ડિબુક’ અને ‘ચહેરે’ માં જોવા મળ્યા હતા અને એક્ટરની બંને જ ફિલ્મોને ખાસ પસંદ કરવામાં આવી ન હતી.