મુંબઇ : અભિનેતા આમીર ખાન અને કરીના કપુર લાંબા સમય બાદ ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં બંને સાથે કામ કર્યા બાદ હવે ફરી સાથે કામ કરવા જઇ રહ્યા છે. લાલ સિંહ ચડ્ડા નામની ફિલ્મમાં બંને સાથે કામ કરે તેવી શક્યતા છે. વર્ષ ૧૯૯૪માં રજૂ કરવામાં આવેલી અમેરિકી ફિલ્મ ફોરેસ્ટ ગંપ દ્વારા પ્રેરિત ફિલ્મને લઇને નવી ફિલ્મ બનાવવામાં આવનાર છે. અમેરિકી કોમેડી ફિલ્મ તમામ લોકોને પસંદ પડી હતી. અતુલ કુલકર્ણી દ્વારા પટકથા લખવામાં આવી રહી છે. વાયાકોમ ૧૮ સ્ટુડિયો દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
આમીર ખાન પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ નિર્માણ થનાર છે. ક્રિસમસ ૨૦૨૦ પર આ ફિલ્મને રજૂ કરવાની યોજના હાલમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મની જાહેરાત કરવામા ંઆવ્યા બાદથી પહેલાથી જ આશા રહેલી છે. આમીર ખાન અને કરીના કપુર થ્રી ઇડિટ્સ અને તલાસ બાદ ત્રીજી વખત એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. કરીના કપુર છેલ્લે વર્ષ ૨૦૧૮માં વીર દે વિડિગમાં નજરે પડી હતી. તે હવે નવી ફિલ્મ ગુડ ન્યુઝમાં અક્ષય કુમારની સાથે નજરે પડનાર છે. જેમાં કિયારા અડવાણી પણ કામ કરનાર છે. દિલજીત દોસાંજ પણ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
કરીના કપુર પાસે હાલમાં અન્ય કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં ઇરફાન ખાન સાથે અંગ્રેજી મિડિયમ અને કરણ જાહરની ફિલ્મ તખ્તનો સમાવેશ થાય છે. કરીના કપુર અને આમીર ખાન બંને ફિલ્મને લઇને આશાવાદી બનેલા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દેશે તેમ માનવામાં આવે છે. લાલ સિંહને લઇને ફિલ્મની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. ફિલ્મ ક્યારેય રજૂ કરાશે તેને લઇને લોકો ઉત્સુક છે.