ગરમીમાં સામાન્ય તાપમાન ૪૦-૪૮ ડિગ્રી વચ્ચે રહે છે. લોકો પરેસેવા, લુ અને હિટ સ્ટ્રોક જેવી પરેશાનીનો સામનો કરે છે. આ જ કારણસર લોકો મોટા ભાગે પંખા, એસી અને કુલરની વચ્ચે રહે છે. લોકો ઠંડા પવનની વચ્ચે બેઠા રહે છે. આવી સ્થિતીમાં જો એકાએક કોઇ કારણસર તીવ્ર તાપમાં બહાર જવાની જરૂર પડે તો શુ થશે તેને લઇને હમેંશા ચર્ચા રહે છે. દરેક વ્યક્તિ આ પ્રકારની સ્થિતીનો સામનો કરે છે. આ સંબંધમાં તબીબો શુ કહે છે તે અંગે વાત કરવામા આવે તો કેટલીક બાબતો સપાટી પર આવે છે. સામાન્ય રીતે વ્યક્તિના શરીરનુ તાપમાન ૯૮.૬ ફેરેનહાઇટ રહે છે. અથવા તો ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે. એસીમાં બેઠા રહેવાથી તાપમાનમાં કોઇ વધારે અંતર આવતુ નથી. સતત બેઠા રહેવાના કારણે શરીરનુ તાપમાન ૧૦-૧૨ ફેરનહાઇટ સામાન્યથી ઉપર નીચે થઇ જાય તો ચિંતાનો વિષય નથી. પરંતુ ૧૫થી પાર થઇ જાય તો શરીર પર એર કન્ડીશનરની હવા પ્રભાવ કરી શકે છે.
જેના કારણે સૌથી વધારે સ્કીન સાથે સંબંધિત તકલીફ ઉભી થાય છે. સામાન્ય રીતે એસીની સામે બેસીને સીધી રીતે તાપનો સામનો કરવામાં આવે તો થોડાક સમયમાં જ શરીર એક વાતાવરણ મુજબ શરીર થઇ જાય છે. પરંતુ કેટલાક ખાસ કિસ્સામાં એવી સ્થિતી જ્યારે સર્જાય છે ત્યારે પરેશાની વધી જાય છે. જેથી જ્યારે પણ એસીમાંથી બહાર નિકળીને એકાએક તાપમાં જવુ પડે ત્યારે હાથમાં કોટનના ગ્લવ્સ પહેરી લેવા જોઇએ. સાથે સાથે વધુને વધુ પ્રમાણમાં પ્રવાહી ચીજાનો ઉપયોગ કરવો જાઇએ. સનગ્લાસ પહેરી રાખવાની જરૂર હોય છે. લાંબા સમય સુધી એસીની સામે બેસી રહેવાની સ્થિતીમાં શરીરનુ તાપમાન ઓછુ થઇ જાય છે.
જેથી સ્કીન પર અસર થાય છે. સ્કીનની સપાટી પર રહેલા લોહીની વાહિનીમાં સંકુચનની સ્થિતી સર્જાય છે. જેના કારણે લોહીનુ સરક્યુકેશન યોગ્ય રીતે થઇ શકતુ નથી. આવી સ્થિતીમાં એસીના સામે બેસીને સીધી રીતે બહાર જવાનુ આવે તો તેની માઠી અસર થાય છે. આના કારણે સનબર્ન ઉપરાંત સ્કીન રેશેજની સમસ્યા ઉભી થાય છે. સાથે સાથે સ્કીન એલર્જી વાળા લોકો જ્યારે એસીથી સીધી રીતે તાપમાં પહોંચી જાય છે ત્યારે કેટલીક સ્કીન સંબંધિત તકલીફનો સામનો કરવો પડે છે. નિષ્ણાંત લોકો અને તબીબો કહે છે કે એસીમાંથી નિકળીને સીધી રીતે તાપમાં જવાનુ આવે તો ૧૦-૧૫ મિનિટ વચ્ચે ગેપ રાખવામાં આવે તે જરૂરી છે. એસીના ઠંડા પવન જ્યારે નાક મારફતે શ્વાસનળીથી થઇને ફેંફસામાં પહોંચે છે ત્યારે તેને સામાન્ય કરતા વધારે કામ કરવાનુ હોય છે. એસીની સામે બેસીને સીધી રીતે તાપમાં જવામાં આવે તો નાકમાં સુખાપણાની સ્થિતી સર્જાઇ જાય છે. આના કારણે શરદી ગરમી થઇ શકે છે.
અસ્થમાના રોગી તો સાવધાન રહે તે જરૂરી છે. આ ઉપરાંત એસી અથવા તો કુલરની સામે બેસીને સીધી રીતે તાપમાં જવામાં આવે ત્યારે શરીરમાં રહેલા પાણીનુ પ્રમાણ અને સ્તર ખોરવાઇ જાય છે. આવી સ્થિતીમાં બ્લડ ઘટ બની જાય છે. આવી સ્થિતીમાં લોહીની પ્રવાહની ગતિ ધીમી પડી જાય છે. જે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટના રોગીઓ માટે મુશ્કેલરૂપ બની શકે છે. ઠંડા પવનમાં બેસી રહ્યા બાદ એકાએક તાપના સંપર્કમાં આવવાની સ્થિતીમાં અલ્ટ્રાવોયલેટ કિરણ કોર્નિયાથી નિકળીને લેંસ અને આંખ પર અસર કરે છે. જેથી તેને પણ નુકસાન થાય છે. સામાન્ય રીતે અમે શરીરમાં કોઇ પણ જગ્યાએ પિડા થવાની સ્થિતીમાં બહારની સ્થિતીમાં અમે ઓઇનમેન્ટ લગાવી લઇએ છીએ. ગરમીના દિવસોમાં જેલ આધારિત ઓઇનટમેન્ટ વધારે પ્રભાવશાળી સાબિત થઇ શકે છે. જા કે તબીબી સલાહ વગર જ આગળ વધવામાં આવે તે જરૂરી છે. આ જેલ લગાવી લીધા બાદ જા બળતરા વધારે રહે તો થોડાક સમય બાદ પાણીથી ધોઇ કાઢવાની જરૂર હોય છે.
ગરમીની સિઝનમાં પારો હાલમાં ૪૦-૪૮ વચ્ચે કેટલાક સ્થળો પર પહોંચી ગયો છે. જો કે હવે મોનસુનની સિઝનની શરૂઆત થઇ રહી છે જેથી તાપમાનમાં ઘટાડો રહેશે. જા કે લોકો સામાન્ય રીતે હાલના સમયમાં એસી અને કુલરની વચ્ચે રહેતા થયા છે જેથી સાવધાની જરૂરી બની છે.