અમદાવાદ :ઉમેરઠના આશીપુરા પાસે આજે એક ટ્રક અને ઈનાવો કાર વચ્ચે ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જારદાર હતો કે, અકસ્માત બાદ ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને તેમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ટ્રકના ડ્રાઇવર અને કલીનર બળીને ભડથુ થઇ ગયા હતા. આ અકસ્માતમાં બે વ્યકિતના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.
ટ્રકમાં આગ ફાટી નીકળતાં સ્થાનિક ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઉમરેઠ આશીપુરા હાઇવે પાસે આજે બપોરે પૂરપાટઝડપે જઇ રહેલી એક ટ્રક અને ઇનોવા કાર વચ્ચે જારદાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જારદાર હતી કે, અકસ્માત બાદ ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે, ટ્રકમાં રહેલ ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલ કલીનર આગની જવાળાઓમાં બહાર નીકળી શકયા ન હતા અને તે બંને આગમાં જ ભડથું થઇ ગયા હતા.
અકસ્માતની ઘટના બાદ હાઇવે પર સળગતી ટ્રકને જાઇ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. આ ઘટના અંગે સ્થાનિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની એક ટીમ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને પાણીનો જારદાર મારો ચલાવી ટ્રકની આગ કાબૂમાં લઇ લીધી હતી પરંતુ ત્યાં સુધી તો બહુ મોડુ થઇ ગયુ હતુ. ટ્રકનો ડ્રાઇવર અને કલીનર મોતને ભેટયા હતા. આ અક્સ્માતમાં અન્ય કેટલાકને ઇજા પણ પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. માર્ગ અકસ્માતો હાલમાં વધી રહ્યા છે.