યુગપત્રી : સારી થકાન કો દૂર કરે વો સાથ !

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

 

એવી જ છે તમન્ના, આખું જીવન સરસ હો!
હર રાત દિવાળી ને હર દિન નવું વરસ હો! 

સૌપ્રથમ તો ખબરપત્રી ટીમ તરફથી આપ સૌને નુતન વર્ષની શુભકામનાઓ….?

મનુષ્ય આમ તો સામાજિક પ્રાણી છે. આપણને એકાંત નથી ગમતું, ઘણા લાંબા સમય સુધી આપણે એકલા પડીએ ડિપ્રેશનમાં ચાલ્યા જઈએ એની પાછળનું કારણ કદાચ એ જ હશે કે આપણને અન્ય વ્યક્તિનો સાથ- સહકાર સુરક્ષા અને સલામતી પુરી પાડે છે. આમ તો મને લાગે છે કે આદિમાનવ એ સૌ પ્રથમ કબીલા બનાવ્યા હશે. ગ્રુપિંગની સિસ્ટમ આદિમાનવે જ વિકસાવેલી છે.આમ કરવા પાછળનું મુખ્ય કારણ છે સલામતી. એકલા વ્યક્તિને કદાચ કોઈ નુકસાન પહોંચાડી શકે,પણ એક સાથે રહેતા ઘણા બધા વ્યક્તિઓને હરાવવા મુશ્કેલ છે. આમ પણ સાથે રહેવાથી જવાબદારીઓ વહેંચાઈ જાય છે. કામનો થાક નથી લાગતો.સાથે મળીને કોઈપણ કામનો બોજ નથી લાગતો પણ એ મોજ બની જાય. કબીલા સ્થાપવા પાછળનો મુખ્ય હેતુ સુરક્ષા અને સલામતી હતો,પણ સમયની સાથે એમાંથી ધીરે ધીરે પ્રેમ અને વિશ્વાસના લીધે સંબંધ બન્યા. આમ આદિમાનવે પોતાની એકલા રહેવાની આદતને છોડીને એ થોડો સિવિલાઈઝડ થયો, એનું સામાજિકરણ થયું અને એક આખો સમાજ અને સંબંધો અસ્તિત્વમાં.આવ્યા એવું કહી શકાય.

આમ પણ આપણામાં કહેવત છે કે એક કરતાં બે ભલા,અને ઝાઝી કીડીઓ સાપ તાણે. કોઈ આપણી પડખે એવું આવીને ઉભું રહી જાય કે જેના હોવા માત્રથી આપણે કૈક અલગ અનુભૂતિ કરી શકીએ એ વ્યક્તિ આપણા માટે ખાસ હોય છે. અને આવા વ્યક્તિનો સાથ આપણને મળી જાય તો આપણે દુનિયાના કોઈપણ ખુણામાં આફતોને પાટુ મારીને પછાડી શકીએ. કોઈ વ્યક્તિ આપણી સાથે એટલું હળી-મળી જાય કે એ આપણો હાથ પકડે ત્યાં આપણું મન મોર બની થનગનાટ કરવા લાગે, આપણી અંદર ઉર્જાનો સાગર હિલોળા લેવા લાગે ત્યારે સમજવું કે આ વ્યક્તિ આપણી સાથે હશે તો આપણે સાત કોઠાનું યુદ્ધ પણ જીતી શકીએ.

હિન્દી સાહિત્યના જાણીતા કવિ કુંવર બેચેનનો એક શેર છે કે,

पूरी धरा भी साथ दे तो और बात है,
पर तू ज़रा भी साथ दे तो और बात है |

એક બાજુ કદાચ આખી દુનિયા આપણી સાથે ઉભી હોય પણ એમાં જો આપણું ગમતું વ્યક્તિના હોય તો આપણને ગમે નહીં.અને કદાચ આખી દુનિયા આપણી સામે હોય અને આપણી સાથે ખાલી આપણુ પ્રિય પાત્ર ઉભું હોય ને તો આપણે બીજા કોઈની જરૂર ના પડે.

સાથની વ્યાખ્યા આપવી હોય તો મારા શબ્દોમાં હું એટલુ જ કહીશ કે, सारी थकान को दूर करे वो साथ । જેની સાથે આપણા ભવભવનો થાક ઉતરી જાય એને સથવારો કહેવાય.સથવારો એટલે સાથ આપવામાં આપણો પણ વારો આવે,આપણા ગમતા વ્યક્તિની સાર-સંભાળ પણ રાખવી પડે,એનું ધ્યાન પણ રાખવું પડે.જીવથીય વધારે એનું જતન કરવું પડે.એકમેકના સથવારે આખું જીવન પાણીના રેલાની જેમ એકદમ સરળ અને સહજ બની જાય છે.

તો આ નવા વર્ષની શરૂઆતમાં આપણે પણ એક એવા જ ગીતને માણીશું. સંતોષ આનંદબી કલમે લખાયેલું, લક્ષ્મીકાંત પ્યારેલાલ દ્વારા સંગીતબદ્ધ કરાયેલું, ફિલ્મ પ્યાસા સાવનનું ગીત :-तेरा साथ है तो मुझे क्या कमी है अंधेरो से भी मिल रही रोशनी है |

તો આજે આ ગીત વાંચી લો અને યુટ્યૂબમાં સાંભળી લો….

तेरा साथ है तो मुझे क्या कमी है अंधेरो से भी मिल रही रोशनी है कुछ भी नहीं है तो कोई गम नहीं है हर एक बेबसी बन गयी चांदनी है

टूटी है कश्ती, तेज है धारा कभी ना कभी तो मिलेगा किनारा बही जा रही ये समय की नदी है इसे पार करने की आशा जगी है

हर इक मुश्किल सरल लग रही है मुझे झोपडी भी महल लग रही है इन आँखों में माना नमी ही नमी है मगर इस नमी पर ही दुनिया थमी है

मेरे साथ तुम मुस्कुरा के तो देखो उदासी का बादल हटा के तो देखो कभी है ये आँसू, कभी ये हँसी है मेरे हमसफ़र बस यही जिन्दगी है

ફરી મળીશું આવતા શુક્રવારે……

કોલમિસ્ટ :- યુગ અગ્રાવત


Yug Agrawat 1

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/f9c1783036ee117a8df2389c78773a5b.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151