મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયુ કે એક યુવાને મનને મક્કમ બનાવીને મંજિલ તરફ પ્રયાણ કરવું જોઈએ. હવે આગળ,
आंखोमें बसे गर्म आंसु भी थोड़े है,
सपने भी है,
दिल में दर्द भी थोड़ा है,
थोडे अरमान भी है,
रहते हाथो में छाले है,
किस्मत भी है,
है कबुल ये सारे ठीक है,सब रफ़ीक़ है…..
बनते है,बिगड़ते है…….
યહાં સોંગનો આ છેલ્લો અંતરો મને શ્રીમદ ભગવદગીતાના શ્લોકોની ઝાંખી કરાવતો હોય એવું લાગે છે.હા,કુરુક્ષેત્રના મેદાનમાં એક યુવાન દ્વારા એક યુવાનને સંભળાવવામાં આવેલી દુનિયાની પહેલી વહેલી મોટિવેશનલ સ્પીચ એટલે ભગવદ્દગીતા.માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે જ નહીં પણ સ્વની પ્રગતિ માટે પણ કામ લાગે એવો એક ધર્મગ્રંથ એટલે ભગવદ્દગીતા. તેના શ્લોકોમાંથી આપણને એક અનોખો વિચાર, એક અનોખું મોટિવેશન મળે છે.
હવે,તમને એમ થશે કે કયા આ યહાં સોંગનો છેલ્લો અંતરો અને ક્યાં શ્રીમદ્દ ભગવદ્દગીતા…! આનો મેળ કઈ રીતે બેસે…!? તો એનો જવાબ છે :- હા,એનો મેળ કઈ રીતે બેસે એ અહીં આપણે માણીશું.
સૌ પ્રથમ તો આપણે આ ગીતના અંતરાનો અર્થ સમજીએ.એનો અર્થ એવો થાય છે કે,
“જ્યારે તમે મંજિલના માર્ગ પર પ્રયાણ કરો છો ત્યારે સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, આંખમાં આંસુઓ પણ હશે અને નજર સામે મંજિલને પણ રાખવાની રહેશે.દિલ દુઃખો પણ અનુભવશે અને એ જ દિલમાં આશાઓ અને અરમાન પણ હશે.સતત મહેનત કરવાથી હાથમાં છાલા પણ પડશે અને આમ છતાં મંજિલ મળશે કે નહીં મળે એ નસીબ પર જ છોડવાનું રહેશે. આ બધી વસ્તુઓ સુખ-દુઃખ,આંસુ-અરમાન,હાથના છાલા આ બધું સફરના સાથી સમાન છે.” રફિક એ ઉર્દુ શબ્દ છે જેનો અર્થ થાય થાય છે સાથી, સંગી કે મિત્ર. આ બધી વસ્તુઓને મિત્ર સમાન ગણી એને સાથે લઈને મંજિલ તરફ ચાલવાનું છે. અંતરાનો આવો કાંઈક અર્થ થાય છે.
આ આખી વાત શ્રીમદ્દ ભગવદગીતાના સ્થિતપ્રજ્ઞના લક્ષણો સાથે મળતી આવે છે. ભગવાન પોતાના શ્રી મુખે કહે છે કે,
“હે ! અર્જુન ! જે વ્યક્તિ માન-અપમાન, સુખ-દુઃખ, આંસુ- હાસ્ય, ઈર્ષ્યા-નિંદા આ બધામાં સમભાવે રહી અને ઈશ્વરનું ચિંતન કરે છે એ સ્થિતપ્રજ્ઞ છે અને ઇશ્વરને પામે છે.”
એક યુવાન પણ મંજિલ તરફ જ્યારે આગળ વધે છે ત્યારે રસ્તામાં આવતી મુશ્કેલીઓથી આંખમાં આંસુ આવશે. આંસુ આવે એ પણ જરૂર છે કારણ કે, મનોવિજ્ઞાન કહે છે કે જે માણસ અમુક વખતે રડે છે એ માણસ મજબૂત બને છે. જેમ લોખંડ ઓગળીને નવો આકાર અને મજબૂતાઈ ધારણ કરે છે એમ વ્યક્તિનું હૃદય પણ આંસુઓમાં ઓગળીને મજબૂત બને છે. આમ યુવાન પોતાની મંજિલને નજરમાં રાખીને એ આંસુઓને પી જાય છે. તેના હૃદયમાં ઘણા દુઃખ ભર્યા હશે પણ મંજિલ મેળવવાની ઈચ્છા સામે એને આ દુઃખો ગૌણ લાગશે. એની સહનશક્તિ વધશે.
दिल मे दर्द भी थोड़ा,
थोड़े अरमान भी है ।
મંજિલ પ્રત્યેનું એનું ઝનૂન દુઃખોને ભુલાવી દેશે.એ સુખમાં આળસુ બન્યા વગર અને દુઃખમાં વિચલિત થયા વગર પોતાના ધ્યેયને મનમાં રાખીને આગળ વધે છે., અને कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन એ શ્લોકને મનમાં રાખીને એના કાર્યમાં મશગુલ રહે છે.
जिनके पैरो में छाले होते है,
वो मंजिल को ढूंढनेवाले होते है ।
હાથમાં કે પગમાં પડેલા છાલાઓ એ એની મહેનતના પુરાવા છે,એને મન તો એ ઘરેણાં સમાન છે.એને એ છાલાની પીડા કરતા મંજિલે પહોંચવાનો આનંદ વધુ હોય છે.
આ બધું તો મંજિલ સુધી પહોંચવા માટે સહાયરૂપ છે એનો અનાદર કેમ કરાય એમ વિચારીને એ પ્રવૃત રહે છે, પોતાની મંજિલ મેળવે છે.
વધુ આવતા શુક્રવારે……
Columnist:- યુગ અગ્રવાત