મિત્રો આપણે વાત કરી હતી કે जननी च जन्मभुमि स्वर्गादपि गरीयसी :– માઁ અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે.
કોઈ પણ વ્યક્તિને પોતાનું વતન એ જીવ થી પણ વહાંલુ હોય છે. કારણ કે વતન શબ્દનો ઍક અર્થ એવો કરી શકાય કે જેની માટીમાંથી આપણું શરીર બનેલું છે એવું આપણું વતન. કોઈપણ વ્યક્તિએ નાનપણમાં માટી નહીં ખાધી હોય એવું ભાગ્યેજ બન્યુ હશે, એટલા માટે જ કદાચ માણસને એ વતનની માટી માટે વધુ પ્રેમ હોય છે અને એ પ્રેમ જ એને દુનિયાના કોઈપણ ખૂણે એ વતન ની યાદ અપાવતો રહે છે. પોતાની અંદર રહેલા એ માટીના કણો એની આત્માને એના વતન સાથે જોડી રાખે છે.
આ ગીતની શરૂઆતના શબ્દો એ આપણને પંજાબની ભૂમિ સાથે જોડતુ હોય એવું લાગે છે. એવું કહેવાય છે કે કોઈપણ વસ્તુ કે પદ પ્રાપ્ત કરવું હોય તો એની કિંમત ચુકવવી પડતી હોય છે.ઘણીવાર કોઇપણ વસ્તુઓ પ્રત્યે આપણને એવી માન્યતા હોય છે કે જેમ એની કિંમત વધારે એમ એનો પ્રભાવ વધારે. તો જે વસ્તુ જીવથી પણ વધું કિંમતી હોય એનાં મહત્વની તો વાત જ શું કરવી.!!!!! અને આમ પણ જે વસ્તુને આપણે મસ્તક પર સ્થાન આપીએ એનું મહત્વ આપણાં માટે વિશેષ હોય છે.અને એમાંય જેને માથે કેસરી રંગ લગાવવો છે એને તો ખુબ આકરી કસોટી માથી પસાર થવું પડે છે. આપણાં શુરવીરો અને સંતોએ પોતાના માટે કેસરી રંગ પસંદ કર્યો છે. શુરવીરો એ કેસરી રંગ એટલાં માટે પસંદ કર્યો છે કે કારણકે કેસરી રંગ શુરવીરતા નું પ્રતીક છે અને સંતોએ કેસરી રંગ એટલાં માટે પસંદ કર્યો છે કે ઘણી વાર જ્યારે સંધ્યા ખીલે ત્યારે આકાશનો રંગ ભગવા અર્થાત કેસરી જેવા રંગનું થઈ જાય છે.અને એ આકાશને જોઈને માણસો આંનદ પામે છે, શાંતિ પામે છે એવી જ રીતે ભગવા કપડા ધારણ કરેલા સંતો પોતે આકાશસમ વીશાળ દ્રષ્ટિ રાખી અને લોકોને શાંતિ આપે છે, આનંદ આપે છે.
એટલે મને એવું લાગે છે કે આ મુખડાની શરૂઆતની બે લાઇન એ આપણાં દેશના સૈનિકો અને સંતોને માટે જ લખાઇ છે. કારણકે આપણા સૈનિકો રાત-દીવસ જોયા વગર,ટાઢ-તડકા-વરસાદની પરવા કર્યા વગર અડીખમ ઉભા રહીને સરહદનું રક્ષણ કરે છે. આપણે નિરાંતે ઊંઘી શકીએ એટલાં માટે એ જાગે છે. અને સામા પક્ષે આપણાં સાધુઓ પણ પોતાના ઘર-પરિવારને છોડીને જગતના કલ્યાણ અર્થે ક્યાંક પર્વત પર, ક્યાંક નદી કિનારે, ક્યાંક ગુફાઓમાં અલખના નામની ધુણી ધખાવીને રાત દીવસ પરમતત્વ પાસે આ જગતના તમામ જીવોનું કલ્યાણ માંગતા હોય છે.
આવા શુરવીરો અને સંતો માટે એવું લખાય કે,
तलवारों पे सर वार दिए
अंगारों में जिस्म जलाया है।
અને જે લોકો પોતાના પ્રાણનાં ભોગે, પોતાની સુખ-સાહયબીનાં ભોગે આ જગતનું કલ્યાણ ઇચ્છે છે એવા લોકો જ આ કેસરી રંગ ધારણ કરવાને લાયક છે. માટે એવું લખાય કે,
तब जाके कहीं हमने सर पे
ये केसरी रंग सजाया है!
વધું આવતાં શુક્રવારે….
collumnist :-યુગ અગ્રાવત