યુગપત્રી
મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું હતું કે માણસ પોતાના મનમાંથી નેગેટિવ વિચારોને દૂર કરીને પછી યોગ્ય એવો સાથ મેળવીને પોતાની મંજિલ તરફ આગળ વધે છે. હવે જોઈએ આગળ……
મિત્રો જ્યારે કોઈ માણસના મગજમાં અને મનમાં એનું લક્ષ્ય અંકિત થઈ જાય, એના લક્ષ્યની છાપ પડી જાય ટૂંકમાં કહીએ તો જયારે એને પોતાની મંજિલને પામવા માટેની ધૂન સવાર થઈ જાય પછી એના રસ્તામાં ગમે એવી અડચણો આવે તો એનાથી એ માણસ ગભરાતો નથી અને એ મુસીબતની સામે એ ખુલ્લી છાતીએ લડવા માટે ઉભો રહી જાય છે.પોતાના સપનાને પુરા કરવા માટે એ મરણીયો બની જાય ત્યારે એને પોતાના ધ્યેય સિવાય બીજું કંઈ દેખાતું નથી અને એને પામવા માટે એ બનતું કરી છુટવા માટે તૈયાર થાય છે.એને બસ એક જ લગની લાગે છે કે ગમે એમ કરીને પોતાનું સપનું સાકાર કરવું છે બસ..! અને એ માણસ સફળ પણ થાય છે.માણસને જેની ધૂન ચડે છે એ જ ધૂનના તાલે પછી એ દુનિયાને નચાવે છે.માટે પોતાની મંજિલના માર્ગ પર આવતી અડચણો સામે લડવા તૈયાર વ્યક્તિ શુ કહે છે કે
आंधियो से झगड़ रही है लौ मेरी,
અહીં આ લીટીમાં જે लौ શબ્દ વપરાયો છે એ શ્લેષ અલંકારમાં પ્રયોજાયો છે.આ શબ્દના બે અર્થ થાય છે. लौ એક અર્થ થાય છે અગ્નિનજ્વાળા અને બીજો અર્થ થાય છે લગની. જ્યારે વ્યક્તિને કોઈપણ કામની લગની લાગે છે ત્યારે એ કામને પુરા કરવા માટે એના દિલમાં જાણે એક અગ્નિજ્વાળા ઉત્પન્ન થાય છે અને એ જ્વાળામાં ધ્યેયને પામવાની આડે આવતી બધી અડચણો બળીને ખાખ થઈ જાય છે અને પછી
अब मशालो सी बढ़ रही है लौ मेरी,
જેવી રીતે મશાલમાં રહેલી અગ્નિની જ્વાળા આગળ વધે છે એવી જ રીતે એના મનમાં મંજિલને પામવાની આગ વધુ ને વધુ આગળ વધે છે અને એ વિચારે છે કે
,
नामो निशां, रहे ना रहे,
ये कारवा, रहे ना रहे,
કે કદાચ એવું બને કે આ સપનાને પૂરું કરવા માટે મારે મારુ જીવન પણ હોમી દેવું પડશે તો એની પણ એ તૈયારી રાખે છે. અને કદાચ જો આ દુનિયા એનો સાથના આપે તો પણ એ પોતે એકલો પોતાના માર્ગ પર અડીખમ ઉભો રહીને ચાલતો રહેશે જરા પણ હતાશ થયા વગર,નિરાશ થયા વગર એ પોતાના પ્રયત્નો ચાલુ રાખશે.એ મનમાં એટલું જ વિચારશે. કે
राह संघर्ष की जो चलता है,
वो ही संसार को बदलता है….
जिसने रातों से जंग जीती है,
सूर्य बनकर वही निकलता है…!!
જે માણસ સંઘર્ષ કરે છે એ જ માણસ આ દુનિયાને બદલી શકે છે.જે માણસ પોતાના સપનાને પુરા કરવા માટે રાત દિવસ એક કરી નાખે છે એ માણસ જ એક દિવસ બધા માટે સૂર્ય બનીને નીકળે છે. એના અજવાળામાં બીજા ઘણા લોકો આગળ વધે છે.
આમ દુનિયાના લોકો શું કહેશે..!? મારાથી આ કામ પુરું નહીં થાય !,હું હવે થાકી ગયો છું.!,હવે મારો સમય નથી રહ્યો..!હું તો સાવ એકલો પડી ગયો હવે હું કઈ રીતે આ કામ પુરું કરીશ..!?
આવા બધા નેગેટિવ વિચારો એ આપણા સપનાને પુરા કરવા માટે આપણા દિલમાં જે લગનીની મશાલ સળગે છે એમાં હોમાય જાય છે અને આપણે એક નવા ઉત્સાહ સાથે, એક નવા આયોજન સાથે ફરી પાછા કામ કરવામાં લાગી જાય છે. અને ત્યારે શું થાય છે તો કે
उजाले मैं, पी गया,
रोशन हुआ, जी गया,
क्यो सहते रहे….
હા, ત્યારે એ માણસ રોશન થાય છે. એ માણસ ફિનિક્સ પક્ષીની જેમ ફરી પાછો ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર થઈ જાય છે.એને પોતાનામાં કાંઈક દૈવત્વ જેવું લાગે છે અને એ વિચારે છે કે. હું સર્વશક્તિમાન છું.! નાહક હું અત્યાર સુધી મારી જાતને નબળી સમજતો હતો. મેં જેટલું ધારી લીધુ હતું એટલું આ કામ અઘરું નથી આ તો બહુ સહેલું કામ છે. હવે તો બસ થોડા સમયમાં જ હું મારું સપનું પુરું કરીશ અને ખરેખર એ માણસ પોતાના ધ્યેયને પામે છે.
અહીં મને જલન માતરી સાહેબનો એક શેર યાદ આવે છે કે
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…
કે આપણા મંજિલના માર્ગ પર આવતી મુસીબતોને સામે લડવા માટે હવે આપણે પોતાને જ મહેનત કરવી પડશે. એના વિના ઉદ્ધાર નથી.
પણ સવાલ એ છે કે આવું થાય ક્યારે…!?
તો કે
रू-बा-रू रौशनी हेय..
બસ એકવાર તમારે તમારા દિલનો અવાજ સાંભળવો પડે..!
એકવાર તમારે એકાંતમાં બેસીને તમારી જાત સાથે સંવાદ કરવો પડે.!
એકવાર તમારે અરીસા સામે ઊભા રહીને તમને પોતાને શાબાશી આપવી પડે કે હા,You can do It.
બસ એકવાર આપણે આપણાં સપનાને ઓળખી લઈશું.. એટલે તરત આપણે એને પુરા કરવા માટે લાગી જઈશું..
એક નવી યુગપત્રી સાથે ફરી મળીશું..આવતા શુક્રવારે….
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત