ગઈ વખતે આપણે જોયું કે શિષ્ય સદ્દગુરુને મળીને પોતાના અનુભવ અને સાધના પથ પર થયેલી અનુભૂતિ જણાવે છે ત્યારે ગુરુ પણ હરખાય છે હવે આગળ………
शिख साहिब का ईमान बिक ही गया,
देख कर हुस्न-ए-साक़ी पिघल ही गया,
आज से पहले ये कितने मगरुर थे,
लुट गयी परसाई मज़ा आ गया….
સાધક જ્યારે સંપૂર્ણપણે સદગુરૂની શરનાગતિમાં જાય છે.પોતે દુનિયદારીની કહેવાતી સમજણ ત્યાગીને સાચી સમજણ પામવા તરફ ગતિ કરે છે ત્યારે અમુક બંધિયાર રીત રિવાજ તૂટવા લાગે છે.સદગુરૂની આભા આગળ કહેવાતા જ્ઞાનીઓ પાણી પાણી થઈ જાય છે.
મારી અને તમારી મૂળ સમસ્યા એ છે કે આપણે માત્ર વેશના સાધુને મહત્વ આપીએ છીએ,વૃત્તિના સાધુને નહિ.અને વેશના સાધુની માનસિકતા પારસ જેવી હોય છે.જેમ પારસ લોખંડનો મૂળ સ્વભાવ બદલીને સોનામાં ફેરવી નાખે છે એમ વેશના સાધુ આપણને આપણા મૂળ સ્વભાવથી વિમુખ કરે છે.
હવે કોઈક પ્રશ્ન કરે કે લોખંડ કરતા તો સોનુ બનવું સારું, ગુણવત્તા વધે છે. મારી અંગત માન્યતા પ્રમાણે આપણે જ્યારે આપણા મુળ સ્વભાવથી વિમુખ થઈએ છીએ ત્યારે આપણી કિંમત વધતી હશે પણ આપણી સહજતા આપણે ગુમાવીએ છીએ. લોખંડનું સોનું થવાથી એની કિંમત વધે છે પણ એની સહનશીલતા ઘટે છે, એ ઘણના ઘા ઝીલી નથી શકતું.
એવી રીતે આપણે પણ આપણા મૂળ સ્વભાવથી દૂર થઈએ તો આપણો અહંકાર વધે છે, આપણી સહનશક્તિ ઘટે છે અને સાધનાપથ પરથી વિચલિત થઈએ છીએ.
જ્યારે સાચા સદ્દગુરુ તો આપણને મૂળ સ્વભાવમાં જીવતા શીખવાડે છે. સહજ આનંદ અને સહજ સ્થિતિમાં રહેતા શીખવાડે છે અને જ્યારે આવું થાય ત્યારે કહેવાતી માન્યતાઓનો છેદ ઉડી જાઉં ત્યારે એમ કહેવાય કે, ‘ लूट गई पारसाई ‘ અને ત્યારે સદ્દગુરુ અને શિષ્ય બન્નેને મજા આવે છે,સહજ આનંદ પામે છે બેય…
આવા ઘણા ઉદાહરણ આપણી પાસે છે નરસિંહ મહેતા,મીરાંબાઈ,સુરદાસ વગેરે જેવા સંતોએ સહજ આનંદની પ્રાપ્તિ કરી છે.
વધુ આવતા શુક્રવારે……