ગયા અંકમાં આપણે જોયુકે સદગુરૂની આંખમાં ડૂબીને શિષ્યને પરમત્ત્વને પામી લેવાની ઇચ્છા છે.. હવે આગળ….
आँख में थी हया हर मुलाकात पर , सुर्ख आरिज़ हुए वस्ल की बात पर |
सने शरमा के मेरे सवालात पे, ऐसे गर्दन झुकाई मज़ा आ गया ||
आरिज़ = कपोल, वस्ल = मिलने
સાધના પથ પર સાધક આગળ વધે છે પછી એનામાં એક શરમનો જન્મ થાય છે.મને લાગે છે કે સાધકને પછી એનું ભજન,ભજનની મસ્તી બધાથી અલિપ્ત રાખવાનું મન થાય છે. અને જો ભૂલે ચુકેય ક્યારેક એના ભજનનું પ્રદર્શન થઈ જાય તો એ શરમાય છે. સદ્દગુરુ સાથેની મુલાકાત પર એને મનમાં એક મીઠી મીઠી શરમ,એક અલગ જ અનુભવ જે શબ્દાતીત છે.! જેને માત્ર અનુભવથી જ ઓળખી શકાય એવી લાગણી જન્મે છે !
જેવી રિતે એક નવોઢા પોતાના પિયુને પ્રથમ વખત મળે ને એના ગાલ પર શરમના શેરડા પડે એવી સ્થિતી સાધકની થાય છે !! કારણકે સાધક જ્યારે જ્યારે બુદ્ધપુરુષને મળવા જાય છે ત્યારે એ સતત ચિંતન અને મનનને લીધે નવું નવું લઈને જાય છે.પોતે સાધના પથમાં કાંઈક Update થઈને જાય છે. એટલે એને આનંદમિશ્રિત શરમની લાગણી થાય છે.
તો સામા પક્ષે ગુરુને પણ એવી જ સ્થિતિ થાય છે પણ એ કૈક અલગ હોય છે.ગુરુ સાધકના દરેક સવાલનો જવાબ આપી શકે એટલા સક્ષમ હોય છે પણ સાધકના સવાલ પર સદ્દગુરુ ગરદન ઝુકાવીને પોતાના મનમાં ઝાંકે છે કે હમ્મ હવે બરોબર ગતિ થાય છે! મારા શિષ્યની,એ હવે Right Way પર જાય છે.!
અને ત્યારે ગુરુ પ્રેમથી જે ગરદન ઝુકાવે છે,રાજીપો વ્યક્ત કરે છે ત્યારે ગુરુ-શિષ્ય બન્ને પક્ષે મજા આવે છે…..
વધુ આવતા શુક્રવારે…
Columinst.:- યુગ અગ્રાવત