આગળના અંકમાં આપણે જોયું કે ચાંદ કરતા પણ શીતળ એવા ગુરુ સાધકને જ્યારે જ્ઞાનના ઘૂંટડા ભરાવે છે અને સાધક પણ જ્યારે સાધનામાં આગળ વધે છે ત્યારે ગુરુ સાધક પર ખૂબ રાજી થાય છે . હવે આગળ માણીએ…
बे-हिज़ाबाना वो सामने आ गए, और जवानी जवानी से टकरा गयी ||
आँख उनकी लड़ी यूँ मेरी आँख से , देखकर ये लड़ाई मज़ा आ गया
बे-हिज़ाबाना = बिना नक़ाब या परदे के
સાધક પોતાનું મન મુકીને,અહંકારને દૂર કરીને જ્યારે મેદાનમાં આવે છે ત્યારે ગુરુ એક પછી એક પડદા ખોલવા લાગે છે.માટે લખાયું છે કે
बे-हिज़ाबाना એટલે કે પડદા વગર. ગુરુ જ્યારે એક પછી એક પડદા ખોલીને સામે આવે છે ત્યારે ગુરુ અને સાધક બન્ને જવાની ટકરાઈ છે. જવાની એટલે નામજપમાં ઈશ્વરને પામવાની પ્રબળ ઈચ્છા.આમ જ્યારે સાધકની નજર પરમતત્ત્વના નશામાં ઘેઘુર સદ્દગુરુની આંખ સાથે ટકરાય છે ત્યારે એક લડાઈ થાય છે,સદ્દગુરુ અને શિષ્ય વચ્ચે…
શિષ્ય સદગુરૂની આંખમાં ડૂબવા માંગે છે,એની આંખમાં પોતે પરમનો તાગ મેળવવા માંગે છે અને બુદ્ધપુરુષ પોતાની ગહનતા વધારતા જાય છે ત્યારે
” देखकर ये लड़ाई मज़ा आ गया ”
સદ્દગુરુ મનમાં મનમાં રાજી થાય છે કે, બરોબર હવે સાધક પોતે પરમમાં ડૂબવા મથે છે,એની ઈચ્છા નામજપમાં દ્રઢ થતી જાય છે ત્યારે બુદ્ધપુરુષ આનંદિત થાય છે.
વધુ આવતા શુક્રવારે……