મને તારી ધુન લાગી…(૨)
મિત્રો ગઇ યુગપત્રીમાં આપણે જોયું કે પ્રેમ થાય પછી માણસની દુનિયા કેવી અને કેટલી બધી બદલાઇ જાય છે. હવે જોઈએ આગળ….
હે કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી
વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી
વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી,
મને ધૂન લાગી મને ધૂન લાગી
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને તારી તારી ધૂન લાગી
મિત્રો પ્રેમ થાય ને એટલે માણસ બૉલકોં થઈ જાય છે. એની પાછળનું કારણ છે કે પ્રેમ થાય એટલે માણસ બહિર્મૂખિ થઈ જાય છે. માણસ પોતાના મા જ રચ્યો પચ્યોં રહેતો હોય એ કદી પ્રેમના કરી શકે. કારણકે પ્રેમ કરવા માટે તો બધા સાથે ભળવું પડે છે. જે માણસ પોતાના વિચારોને, પોતાની વાતો ને અન્ય માણસ સામે વ્યક્ત કરી શકે, અન્ય સાથે નિખાલસતાથી રહી શકે એ જ માણસ પ્રેમ કરી શકે. જે માણસ પોતાના વિચારોને કોઈની સાથે વ્યકત નાં કરતો હોય એવો માણસ પ્રેમના કરી શકે. ટૂંકમાં મીન્ઢૉ માણસ કોઈ દીવસ મહોબ્બત ના કરી શકે.
જે માણસને પ્રેમ થાય એ માણસ બોલતો થાય છે, એ માણસ ગાતો થાય છે. એ માણસ ને એનાં પ્રિય પાત્રની વાતો કરવી ગમે છે. એનાં પ્રિય પાત્રની વાતો સાંભળવી ગમે છે. ભલે એ વાતો મા કાંઇ ના હોય, સાવ કાલી ઘેલી વાતો હોય પણ એ સાંભળવી ગમે છે. પછી એને બીજી કોઈ વાતો ગમતી નથી. ઍક ગઝલનો સરસ શેર છે કે,
उसकी बातें बहार की बातें
वादी-ए-लालाज़ार की बातें
(वादी-ए-लालाज़ार = गुलाब के फूलों की वादी)
गुल-ओ-शबनम का ज़िक्र कर ना अभी
मुझको करनी है यार की बातें
(गुल-ओ-शबनम = फूल और ओस)
પ્રિય પાત્રની વાતો એટલે તો જાણે કે વસંતની વાતો, જાણે કે ગુલાબના ફૂલોની વાદી હોય એવી મીઠી વાતો લાગે, અને પછી તો એને અસ્તિત્વમાં બીજુ કાંઇ ના ગમે ફુલ અને ઝાકળની વાતો પણ નઈ એને માત્ર ને માત્ર એનાં પ્રિય પાત્રની વાતો જ ગમે છે. એની કાલીઘેલી વાતો પણ તાલાવેલી જગાવે છે કે હવે આગળ શુ બોલશે આ… એટલે લખ્યું છે કે,
હે કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી
વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
કાલી કાલી ઘેલી તારી વાતો,
ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી
વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
પણ સવાલ એ થાય કે આવી અનુભૂતિ થાય ક્યારે..!? તો એનાં જવાબમાં કવિ લખે છે કે દિલની બાજી લગાડવી પડે, અને એ બાજી પણ પાછી હરાવી પડે. તો આવી અનુભૂતિ થાય. આજનો માણસ બધે જીતવામાં જ માને છે પણ પ્રેમએ જીતનો વિષય નથી, પ્રેમ એ તો જીવનો વિષય છે. જેને તમે પ્રેમ કરો છો એને તમે કોઈ દિવસ જૂકવા ના દયો એ જ સાચા પ્રેમની નિશાની છે. અને એટલે જ તો જે માણસને પ્રેમ થાય છે એ હારવાનું વધું પસંદ કરે છે કારણકે ઍક વાર હારીને એ માણસ આજીવન એનાં પાત્રનું દિલ જીતી જાય છે. ઍને હારમાં પણ મજા આવે છે. અને પ્રેમમાં હારવું એનો અર્થ એવો નથી કે તમે નબળા છો પણ એનો અર્થ એવો છે કે તમને તમારુ પ્રિય પાત્ર નબળું પડે એ પસંદ નથી. ઘણીવાર જીત આવે એટલે અહંકાર આવે પણ પ્રેમમા તો તમે હારો છો એનો અર્થ એવો છે કે તમે તમારા અહંકારને ઓળંગીને એને ચાહો છો. અને ત્યારે મને માઁ ગંગાસતી યાદ આવે કે
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
ઍક વાર અહંકાર દુર કરો પછી આપણને આપણી ખબર પડવા લાગે છે. આપણુ સાચું સ્વરુપ આપણને દેખાય છે. અને આપણું સાચું સ્વરુપ એ પ્રેમ સ્વરુપ છે. જ્યારે માણસની ઉર્ધ્વ ગતિ થાય છે ત્યારે એને એનું સાચું સ્વરુપ દેખાય છે. માટે એવું લખે કે,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને ધૂન લાગી મને ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી,
મને ધૂન લાગી મને ધૂન લાગી
તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
મને તારી તારી ધૂન લાગી
અને આટલી બધી અનુભૂતિ થાય પછી તો મનને એવું કેવું જ પડે કે
મને લાગી રે.. લાગી રે… તારી ધૂન લાગી રે…..
કોલમિસ્ટ :- યુગ અગ્રવાત