” मेरे रश्क़-ए-कमर “ના ગુરુ સાથેના ગૂંથનમાં આપણે ગયા શુક્રવારે જોયું કે ગુરુ એ ચાંદથી પણ સુંદર વ્યક્તિત્વ છે અને જયારે ગુરુ સાધક સાથે નજરથી નજર મિલાવે છે ત્યારે સાધકને આધ્યાત્મિક અનુભૂતિ કરવા માટેની જિજ્ઞાશામાં અભિવૃદ્ધિ કરે છે માટે સાધક એમ કહે છે કે, ઈશ્વરની અનુભૂતિ કરવાની
” आग ऐसी लगाई मजा आ गया… ”
હવે જોઈએ આ ગીતનો બીજો અંતરો શું કહેવા માગે છે.
जाम में घोलकर हुस्न कि मस्तियाँ,चांदनी मुस्कुरायी मज़ा आ गया… |
चाँद के साये में ऐ मेरे साक़िया,
तूने ऐसी पिलायी मज़ा आ गया.. ||
મિત્રો આ અંતરામાં વાત થાય છે ગુરુ દ્વારા આપતા જ્ઞાનની રીત વિશે કે ગુરુ કોઈ પણ જ્ઞાન આપે છે તો એ બહુ સરળ રીતે આપે છે, માટે ગુરુએ આપેલા જ્ઞાન માટે પ્યાલો શબ્દ વપરાયો હશે.
ઉપરની પંક્તિઓ મને દાસી જીવણસાહેબ ના એક ભજનના શબ્દો જેવી લાગે છે કે,
‘ દયા કરી મને પ્રેમે પાયો,મેરે નૈનો મેં આયા નૂર..!!,
પ્યાલો મેં તો પીધો છે ભરપૂર…! ‘
હા, ગુરુ જટિલમાં જટિલ સંકલ્પનાઓને, શંકાઓને, પ્રશ્નોને એકદમ સરળ શૈલીમાં, હળવી શૈલીમાં સમજાવે છે.
” जाम में घोलकर हुस्न की मस्तियां..” એટલે કે પરમ તત્વની મસ્તીને, એના સ્વરૂપને સાદી અને સરળ ભાષામાં, શીતળ શૈલીમાં સમજાવે છે અને એ પણ કઈ જગ્યાએ તો કે, ‘ चांद के साये में ‘
ચંદ્રએ શીતળતાનું પ્રતીક છે. શીતળ છાયામાં સદ્દગુરુ આપણને જ્ઞાનના ઘૂંટડા ભરાવે છે.
મિત્રો મને તો એક વસ્તુ સમજાય છે કે જે વ્યક્તિ શાંત રહીને સમજાવી શકે એ ગુરૂપદને યોગ્ય છે. ઉગ્ર રીતે સમજાવતા, ભય પમાડીને પોતાની વાતને માનવનાર કોઈ દિવસ ગુરૂપદને શોભાવી ના શકે.
આપણે જેવા છીએ એવા જ નખશીખ સ્વીકારવા તૈયાર હોય એ વ્યક્તિ તો માત્ર બુદ્ધપુરુષ જ હોય, મારો સદ્દગુરુ જ હોય માટે फना बुलंद शहेरी સાહેબે એવું લખ્યું છે કે,
जाम में घोलकर हुस्न कि मस्तियाँ,चांदनी मुस्कुरायी मज़ा आ गया… |
चाँद के साये में ऐ मेरे साक़िया,
तूने ऐसी पिलायी मज़ा आ गया.. ||
વધુ આવતા શુક્રવારે…..
( મિત્રો આ લેખનો પ્રથમ ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો :- http://khabarpatri.com/2018/02/09/યુગપત્રી-1/ )