મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે વાત કરી હતી કે આપણા ક્રાંતિકારીઓએ કેવા ભારતની કલ્પના કરી હતી ને આપણે એ કોરા કાગળ જેવા સોપાયેલા ભારતને ભ્રષ્ટાચાર અને બેઇમાનીની કાળી શાહીથી સાવ ખરડી નાખ્યો છે. આપણે દેશસેવા કરવા માટે બંદૂક લઈને સરહદ પર જવાની જરૂર નથી પણ જે જગ્યા એ આપણે મનથી, ઈમાનદારીથી અને પુરી લગનથી કામ કરશું એટલે આપણે ઓટોમેટિક સફળ થઈશું. આપણી શક્તિ અને સંપત્તિનો ઉપયોગ આપણે દેશહિતમાં કરી શકીશું. તો આપણે હવે આગળ જોઈએ કે કોઈપણ કામમાં આપણે સફળ કઈ રીત થવું..!?
ખલબલીને બે રીતે જાણી શકાય છે: પ્રથમ ભૌતિક ખલબલી અને બીજું ભાવનાત્મક ખલબલી; તે નોંધનીય છે કે લાગણીશીલ અસ્થિરતા શારીરિક ખલેલનું કારણ છે. વધુ સ્પષ્ટતા માટે આપણે બંને પરિસ્થિતિઓને અલગથી જોઈશું.
ભૌતિક ખલબલી : खलबली એટલે એ એવી સ્થિતી કહેવાય છે, જેમાં ભાવનાઓના વહેણ આવીને કે કોઈ ડરના કારણકે ઉતપન્ન થતી અવસ્થા, ભૌતિક ખલબલીથી શિસ્તની સ્થિતિ ખરાબ થાય છે. એટલે કે લોકોની ભીડમાં સમજણના અભાવે આમથીતેમ ભાગી જવું. ખલ્બલીની સ્થિતીમાં બધા જ લોકો પોતાની વિચારશીલ શક્તિ ગુમાવે છે અને શિષ્ટાચારનું ધ્યાન રાખતા નથી. સરળ શબ્દોમાં કહીએ તો તે સ્થિતી જ્યાં કોઈ પણ સજીવ (માનવ, પ્રાણી, પક્ષ વગેરે) ની સ્થિરતાને કોઈ પુર્વ જ્ઞાનના અભાવે ખલેલ પહોંચે.
કલ્પનાત્મક અથવા ભાવનાત્મક ખલબલી : જ્યારે મગજમાં કંઇક વિષય પરની ચિંતા ચાલતી હોય અને એ ચિંતા તેની ટોચ પર પહોંચે છે, ત્યારે તે વ્યક્તિ યોગ્ય નિર્ણય લેવામાં અસમર્થ બને છે. તેમના મનમાં આવતા વિચારો એક બીજા સાથે અથડામણ કરે છે, જે મૂંઝવણ પેદા કરે છે. આ પરિસ્થિતિમાં, વ્યક્તિની વિવેકબુદ્ધિ કામ કરતી નથી અને તે વિચાર કર્યા વગર ક્રિયાઓ કરવાનું શરૂ કરે છે, જે આપણા માટે શારીરિક અસ્વસ્થતા તરીકે દૃશ્યમાન થાય છે, અને મગજની આ મૂંઝવણને ભાવનાત્મક ખલબલી કહેવામાં આવે છે.
પણ મારા મતે તો ખલબલી એટલે કૈક અલગ જ છે.જ્યારે કોઈ multi talented વ્યક્તિ હોય કે જે ઘણા બધા કામ એક સાથે કરી શકતો હોય તે માણસના મગજમાં રચનાત્મક વિચારો એકસાથે ઉમટી પડે છે ત્યારે એ મુંજાય જાય છે કે આ બધા વિચારોમાંથી કયો વિચાર અમલમાં મુકવો જોઈએ કે જેથી તે આગળ વધી શકે,સફળ થઈ શકે. આવી પરિસ્થિતિ કે જેમાં એનું લોહી ઉફાળા મારતું હોય નવા નવા કામ કરવા માટે ત્યારે એના માટે એમ કહેવાય કે આના મગજમાં ખલબલી જેવું કંઈક ચાલી રહ્યું છે.માટે એવું લખાય કે,
खलबली है खलबली… है खलबली
खलबली है खलबली… है खलबली
खलबली है खलबली… है खलबली
અને જ્યારે મન અને મગજમાં આવી ખલબલી મચેલી હોય ત્યારે એના શરીરમાં ઉર્જા જાણે ફાટફાટ થતી હોય છે. એનું લોહી એને ચટકા ભરતું હોય છે.એના મગજમાં તારા જેવા તેજસ્વી અને મોતી જેવા પાણીદાર વિચારો લહેરાતા હોય છે.પ્રતિભા સંપન્ન વ્યક્તિના વિચારો એટલા વીશાળ હોય છે કે જાણે ઘુઘવતો દરિયો.જેવી રીતે દરિયો પોતાની અંદર વિશાળતા અને ઊંડાઈ બન્ને લઈને બેઠો છે એમ એના વિચારોમાં પણ વિશાળતા અને ઊંડાઈ જોવા મળે છે.એ હમેશા દૂરનું વિચારે છે.કોઈ એક કામનું પરિણામ બીજા ઘણા બધા ક્ષેત્રને અસર કરતું હોય છે અને એના પરિણામે બીજા લોકોને અને સમાજને પણ ફાયદો થતી હોય છે માટે એમ લખાય કે
शोला शोला बलखाए
दरिया दरिया लहराए
ज़ररा ज़ररा थर्राए
અને જ્યારે ઉર્જાથી સંપન્ન યુવાનોના પોતાના વિચારોથી આ દેશ અને દુનિયાને કૈક નવું આપવા માટે નીકળે છે ત્યારે આપોઆપ જ બધાના મોં માંથી અનાયાસે જ નીકળી જાય કે,
है खलबली
વધુ આવતા શુક્રવારે …..
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત