સનાતન વૈદિક ધર્મ આધારિત ભારતીય સંસ્કૃતિના આદર્શોને આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના માધ્યમથી વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ-જાસપુર અમદાવાદમાં વિશ્વની નવમી અજાયબી સમા જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આત્મનિર્ભર ભારત અને ગામથી ગ્લોબલ અને વિલેજથી વિદેશના ઉદ્દેશ્યથી વિશ્વ ઉમિયાધામ ખાતે સમસ્ત પાટીદાર સમાજના યુવા મહાસંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી લગભગ 20 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકો પધારશે.
આ કાર્યક્રમ અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે વિશ્વભરના સમસ્ત પાટીદાર સમાજના યુવાનોને એક પ્લેટફોર્મ પર બિઝનેસ કરવાના ઉદ્દેશ્ય સાથે VUF Business Network બનાવવામાં આવ્યું છે. આ પ્લેટ ફોર્મ પર પાટીદાર સમાજના 1 લાખ યુવા ઉદ્યોગસાહસિક જોડાશે. આ કાર્યક્રમમાં અમેરિકા- કેનેડા-બ્રિટન- ઓસ્ટ્રેલિયા- UAE (દુબઈ)- કેન્યા અને આફ્રિકાથી પાટીદાર બિઝનેસમેન આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉદ્ધાટક તરીકે પધારી રહ્યા છે. તો વળી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં VUF Business Networkની એપ્લિકેશનનું આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ લોન્ચિંગ કરશે
