યશ બારોટ અને ઉમેશ બ્રહ્મભટ્ટનું નવું સોન્ગ ‘આયા રે બારોટ’ લોન્ચ થયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે લોક ચાહના ધરાવતા યશ બારોટ અને ઉમેશ બ્રહ્મભટ્ટનું નવું ગીત ‘આયા રે બારોટ’ને એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. યુડીબી ગુજરાતી દ્વારા પ્રાયોજિત આ આલ્બમની લાંબા સમયથી રાહ જોવાતી હતી, જેના ગાયક યશ બારોટ અને ઉમેશ બ્રહ્મભટ્ટ, મ્યુઝિક યશ બારોટ, ગીતકાર મિતેશ બારોટ સમ્રાટ તથા કલાકાર યશ બારોટ અને ઉમેશ બ્રમ્હભટ્ટ છે.

ઉલ્લેખનીય છે કે બારોટ સમાજમાં ઘણી પેટા જ્ઞાતિઓનો સમાવેશ થાય છે ત્યારે આ તમામ જ્ઞાતિના યુવાન અને યુવતીઓ વચ્ચે એકતા અને સંગઠનની ભાવનાને પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ આયા રે બારોટ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતનું શુટિંગ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે તથા આગામી દિવસોમાં વધુ ગીતો લોન્ચ કરવાની યોજના છે.

મહત્વપૂર્ણ છે કે એક અભિનેતા અને દિગ્દર્શક તરીકે પોતાની પ્રતિભાને સાબિત કરીને હવે યશ બારોટ સિંગર તરીકે પણ ઉભરી રહ્યાં છે અને આગામી સમયમાં તેઓ વધુ આલ્બમ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તેમણે ક્યાં ગયો દોસ્ત, યાર આવું તો થયાં કરે વગેરેમાં સુંદર કામ કર્યું છે.

Share This Article