થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરુ, રાયડો, બટાટા, એરંડા સહિતના પાકોમાં ઘૂમ્મસના કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર થરાદના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. થરાદ વિસ્તારના જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળતા ખેતરના પાકોને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં જીરુ, રાયડો, બટાટા, એરંડા, ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. ત્યારે એકાએક વાતાવરણમાં પલટો જોઈ ક્યાંકને ક્યાંક નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

Share This Article