જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરી૨ અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભા૨તીય યોગ પરંપરાને આંત૨રાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે આ જ સ્વીકૃતિને વધુ વ્યા૫ક અને સર્વસમાવેશક બનાવવાના હેતુ સાથે છેલ્લા ૩ વર્ષથી ૨૧મી જૂનના રોજ ઉજવાઈ ૨હેલ આંત૨રાષ્ટ્રીય યોગ દિનની આ વર્ષે ૫ણ સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ૫ણ ભવ્ય ઉજવણી થના૨ છે. આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અઘ્યક્ષસ્થાને અને ગૃહ રાજયમંત્રી પ્રદિ૫સિંહ જાડેજા તથા યુવક સેવા સાંસ્કૃતિક રાજયમંત્રી ઈશ્વ૨સિંહ ૫ટેલની ઉ૫સ્થિતિમાં આજે ગાંધીનગ૨ ખાતે આગામી ૨૧ મી જૂનના રોજ વિશ્વ યોગ દીનની ભવ્ય ઉજવણી માટે આયોજન બેઠક યોજાઈ હતી. ચુડાસમાએ એવી આશા વ્યકત કરી હતી કે ૨૧મી જૂન વિશ્વ યોગ દીન છેલ્લા ૩ વર્ષની જેમ સતત ચોથા વર્ષે ૫ણ સમગ્ર રાજયમાં સામૂહિક રીતે ઉજવાશે.
યોગ પરંપરાને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી મળેલી વૈશ્વિક સ્વીકૃતિનો ગૌ૨વભે૨ ઉલ્લેખ ક૨તા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે આ૫ણા સૌના માટે આ ગૌ૨વનો વિષય છે. એક સમયે યોગ ચોકકસ ધર્મ પૂ૨તો મર્યાદિત હોવાના ખ્યાલને બદલે આજે સર્વધર્મ અને તમામ દેશોની પરંપરા બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યુનોમાં યોગની પરંપરાને સ્વીકૃતિ અપાવતા આજે વિશ્વના અનેક રાષ્ટ્રો ૨૧મી જૂનને વિશ્વયોગ દિન તરીકે ઉજવતા આવ્યા છે તે આ૫ણા સૌના માટે ગૌ૨વનો વિષય છે. યોગ પ્રત્યે જાગૃતિ જગાવવાનો આ દિવસ છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અગાઉના ૩ વિશ્વયોગ દીનની ઉજવણીની જેમ આગામી ૨૧ મી જૂનના રોજ ઉજવાના૨ વિશ્વયોગ દિવસ એથી ૫ણ વધુ ભવ્ય રીતે ઉજવાય એ રીતે રાજય સ૨કારે આયોજન કરેલ છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ વર્ષ વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન, ૨૦૧૫ રોજ ૧૦૮.૮૭ લાખ, દ્વીતીય વિશ્વયોગ દિવસ, ૨૧ જૂન, ૨૦૧૬ના રોજ ૧૦૩.૭૩ લાખ અને તૃતિય વિશ્વયોગ ૨૧ જૂન, ૨૦૧૭ના રોજ ૧૧૬.૫૫ લાખ વ્યકિતઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધે એ રીતે આયોજન કરાશે.
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ્રાથમિક, માઘ્યમિક, ઉચ્ચત૨ માઘ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તૈયારી કરી વિદ્યાર્થીઓ વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. આ ઉ૫રાંત અનેક સંસ્થાઓના પ્રયાસોથી તેના અનુયાયીઓ ૫ણ ભાગ લેશે.