શું તમે પાણી વગર એક દિવસ રહી શકો છો? ક્યારેય વિચાર્યું છે તે આજની લાઈફમાં જેટલું મહત્વ મોબાઈલ ફોનનું છે, જેટલું એસીનું છે, જેટલું મહત્વ પીત્ઝાનું છે તેના કરતાં અનેક ઘણુ વધારે મહત્વ પાણીનું છે. પાણી નહીં મળે તો…? આ વિચાર જ કંપાવી નાખે તેવો છે.
પૃથ્વી પર ૭૦ ટકા પાણી છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં વરસાદ પણ સારો પડે છે, છત્તા ઉનાળો આવતા પહેલા જળાશયો ખાલી થઈ જાય છે.
આપણામાંથી ઘણાં લોકો કહેશે કે સરકાર કંઈ પગલા લેતી નથી. જોવાનું એ છે કે સરકાર તો એમનું કામ કરશે પણ આપણે શું કર્યું?
આપણે કેટલીવાર ટપકતો નળ આખો બંધ કર્યો…?
આપણે ક્યારેય સોસાયટીમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ વિશે વિચાર્યું ?
આપણે કેટલીવાર આરઓ વોટરનાં વેસ્ટને રીયુઝ માટે વાપર્યું ?
આપણે કેટલીવાર વોશિંગ મશીનનાં વેસ્ટ પાણીનો રીયુઝ કર્યો ?
આપણે કેટલીવાર ફ્લશમાં સ્મોલ સ્વીચનો યુઝ કર્યો ?
આપણે કેટલીવાર કારવોશ કરવા માટે ડોલનો ઉપયોગ કર્યો ?
માન્યુ કે પાણી ઉત્પન્ન કરવુ આપણા હાથમાં નથી પણ તેને જાળવીને, સાચવીને વાપરવુ તો આપણાં હાથમાં છે ને…!
ચલો શરૂઆત આપણાંથી કરીએ…જળ બચાવીએ…જીવ બચાવીએ…