સંત રાજિન્દર સિંહજી મહારાજનો અમદાવાદમાં સત્સંગ કાર્યક્રમ, ૭૦ હજારથી વધુ સત્સંગી જોડાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: સાવન કૃપાલ રુહાની મિશનના પ્રમુખ અને માનવ એકતા સંમેલનના અધ્યક્ષ સંત રાજિન્દર સિંહજી મહારાજનો બે દિવસીય સત્સંગ કાર્યક્રમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૨૩ અને ૨૪ ઓક્ટોબરે આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૩ ઓક્ટોબરની રાતે સુફી સ્ટાર્સ કવાલીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

ઝોનલ ઇન્ચાર્જ લલિત કનોજીઆએ જણાવ્યું કે, “સંત શ્રી રાજિન્દર સિંહજી મહારાજ આપણા શહેરમાં ઉપસ્થિત રહેશે તે સૌ કોઇ માટે ગર્વની વાત છે. તેમના સત્સંગ વિશ્વભરમાં જાણીતા છે. આવા મહાન સંત ૨૩ અને ૨૪ ઓક્ટોબરે અમદાવાદની ધરતીને પાવન કરશે તે જણાવતાં મને અનહદ ખુશી છે.”

Lalit Kanojia e1539606510377
Zonal In-charge Lalit Kanojia

લલિત કનોજીયાએ વધુમાં જણાવતા કહ્યું કે માનવ જાગે અ આત્મા ઓળખીમે ઇશ્યુ સાથે જોડાય તે પહેલ સાથે સંત રાજિન્દર સિંહજી મહારાજના સંત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્સંગમાં ભારતભરમાંથી 8થી 10 હજાર સહિત 70 હજારથી વધુ સત્સંગી જોડાશે અને 66 વિદેશી સત્સંગીઓએ પણ આ આયોજનનો લાભ લેશે. 22 ઓક્ટોબરે મોડાસા ખાતે આયોજિત સત્સંગ સભા બાદ 23મીએ તેઓ અમદાવાદ ખાતે પધારશે.

૨૩ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં સંત રાજિન્દર સિંહજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત આદરણીય માતા રીટાજી દ્વારા કરવામાં આવશે તે ઉપરાંત સંત રાજિન્દર સિંહજી મહારાજ પોતાની દિવ્ય વાણી દ્વારા લોકોને સમજાવશે. સંત રાજિન્દર સિંહજી મહારાજના સત્સંગ સાંભળવા લોકો અમદાવાદ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોથી હજારોની સંખ્યામાં ઉપરાંત વિદેશી ભાઇ-બહેન પણ ઉપસ્થિત રહેશે.

સંત રાજિન્દર સિંહજી મહારાજના જીવન અને કાર્યને પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાની સતત યાત્રા તરીકે સંક્ષિપ્ત કરી શકાય છે. સંત રાજિન્દર સિં હજી મહારાજ સમગ્ર એશિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઓશેનિયામાં આધ્યામિક પ્રવચન આપે છે. સંત રાજિન્દર સિંહજી મહારાજને દુનિયાભરના કેટલાંક પુરસ્કાર અને સમ્માન પ્રાપ્ત થયાં છે જેમાં 5 માનનીય ડોક્ટરેટ્‌સ સામેલ છે.

સાવન કૃપાલ રુહાની મિશનન અંતર્ગત અક માનવસેવાના કાર્યો કરવામાં આવે છે. કુદરતી આફતો તે ખડે પગે હાજર રહી માનવસેવા ધર્મ નિભાવે છે. આ ઉપરાંત મિશન શૈક્ષણિક અને મહિલાસશક્તિકરણને લગતા કાર્યો સાથે પણ જોડાયેલ છે.

સાવન કૃપાલ રુહાની મિશનના સંપૂર્ણ વિશ્વમાં ૨૮૦૦થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55થી વધારે ભાષાઓમાં પ્રકાશિત થઇ ચૂક્યું છે. તેનું મુખ્યાલય વિજય નગર, દિલ્લીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં સ્થિત છે.

Share This Article