વિશ્વમાં અલગ અલગ ઘણા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે વિશ્વ ઇડલી દિવસ છે. છેલ્લા 3 વર્ષથી 30 માર્ચને ઇડલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન ઇડલી, સાંભર અને અલગ અલગ ટાઇપની ચટણી સાથે ખાવામાં આવે છે. ટ્વિટર પર #worldidliday હેશટેગથી ઇડલી દિવસ માટે ટ્વિટ કરવામાં આવે છે.
ચેન્નાઇના ઇનીવાન દ્રારા આ ઇડલી દિવસ શરૂ કરવામાં આવ્યો હતો. 30 માર્ચ 2015ના દિવસે ઇનીવાને 1328 ટાઇપની ઇડલી બનાવી હતી. આ સિવાય 44 કિલોની એક ઇડલી બનાવવામાં આવી હતી અને તેને કેકની જેમ કાપીને ઇડલી ડે ઉજવવામાં આવ્યો હતો.
ટ્વિટર પર લોકોએ ટ્વિટ કરીને ઇડલી દિવસ માટે ટ્વિટ કરી હતી. ઘણા લોકોએ લખ્યુ હતુ કે ઇડલી એ વિશ્વનો બેસ્ટ નાસ્તો છે, અને ઝડપથી બની જાય છે. થોડા સમય પહેલા ફક્ત સાઉથ ઇન્ડિયન લોકો જ ઇડલી ખાતા હતા અને બાકીના રાજ્યો જમવામાં ચેન્જ માટે ઇડલી ખાતા હતા પરંતુ હવે દરેક ઘરમાં ઇડલી બનતી હોય છે. ઇડલીએ ભારતભરના લગભગ દરેક રસોડામાં પોતાના માટે સ્થાન બનાવ્યુ છે.
શશી થરૂરે પણ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે ઇડલી તેમનો રોજનો બ્રેકફાસ્ટ છે.તિરુવનંતપૂરમમાં તો તેમનો એક પણ દિવસ એવો નથી જતો કે તે ઇડલી ના ખાય. જો કોઇ માણસ ઉતાવળમાં છે અને તેને ભૂખ લાગી છે તો તે ફાસ્ટ નાસ્તા માટે ઇડલી પર પ્રથમ પસંદગી ઉતારશે કારણકે ઇડલી એક એવુ ખાણું છે કે જે ઝડપથી ખવાઇ જાય છે સ્વાદિષ્ટ છે અને પેટ પણ ભરાઇ જાય છે. ઇડલીને ખાવામાં વધારે સમય નથી લાગતો ઉપરાંત ઇડલી સરળતાથી પચી પણ જાય છે.
સાઉથ ઇન્ડિયા સિવાય બીજા રાજ્યોમાં ચોખા ઓછા ખવાતા હોય છે ત્યારે ઇડલી થકી ચોખામાં રહેલા પોષકત્તવો પણ તમારા શરીરને મળે છે. ઇડલી ડે વિશે કદાચ દરેકને જાણકારી નહી હોય પરંતુ જેટલા લોકોને જાણ છે કે આજે ઇડલી ડે છે તે તમામ લોકોએ ખૂબ જ સારી રીતે ઇડલી ડે ની ઉજવણી કરી છે. વેલ, હેપ્પી ઇડલી ડે..!!