અમદાવાદ : વૈશ્વિક ફલક પર આયુર્વેદની ભારતીય સંસ્કૃતિ અને તેની અસીમ શકિતઓને ઉજાગર કરવાના ભાગરૂપે અમદાવાદ શહેરમાં તા.૧૪થી ૧૭ ડિસેમ્બર દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ૮મી વિશ્વ આયુર્વેદ મહાસંમેલન અને આરોગ્ય એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટનું આયોજન આયુષ મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને આયુષ મંત્રાલય દ્વારા આરોગ્ય એક્સ્પોનું ઉદઘાટન કરાશે.આ વિશ્વ આયુર્વેદ મહાસંમેલન અને આરોગ્ય એક્સ્પોમાં ૩૨ દેશોના ૩૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ મળી ચાર હજારથી વધુ દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને મહાનુભાવો ખાસ હાજરી આપશે એમ અત્રે વિજ્ઞાન ભારતીના ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી જયંત સહ†બુધ્ધે અને વિશ્વ આર્યુવેદ મહાસંમેલનના સેક્રેટરી ડો.ભવદીપ ગણાત્રાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આર્યુવેદ અને વિજ્ઞાન એ ખરેખર તો ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને ધરોહર છે, જેના થકી આજે ભારતીય આર્યવેદની તાકાત આગળ ઝુકી રહ્યું છે અને તેનું અનુસરણ કરવા લાગ્યું છે ત્યારે ભારતીય આર્યુવેદના રહસ્યો, સાચી સમજ, તેની અસીમ શકિત અને આ સાંસ્કૃતિક ધરોહર થકી વિશ્વનું કલ્યાણ કેવી રીતે થઇ શકે તેવા ઉમદા આશય સાથે અનેકવિધ વિષયો પર ચર્ચા વિચારણા, પ્રશ્નોત્તરી સહિતના અનેક કાર્યક્રમો આ ચાર દિવસના મહાસંમેલનમાં યોજાશે.
આજના કર્ટેન રેઝર કાર્યક્રમમાં શહેરના મેયર શ્રીમતી બિજલ પટેલ, પ્રોફેસર ડો. કે એસ ધીમન (ડીજી સીસીઆરએએસ અને ૮મા ડબલ્યુએસીની નેશનલ ઓર્ગેનાઈઝીંગ કમિટીના અધ્યક્ષ), શ્રી જયંત સહસ્ત્રબુદ્ધે (ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી), વિજ્ઞાન ભારતી (પ્રો. ડો. પવનકુમાર ગોડાત્વાર, સેક્રેટરી જનરલ, ૮મી ડબલ્યુએસી), ડો. પુનર્વસુ અગ્નિહોત્રી, (ઈન્ટરનેશનલ આરોગ્ય એક્સ્પો, ૨૦૧૮ના ચેરમેન), શ્રી કે એ ચંદ્રશેખરન નાયર (ચીફ કોઓર્ડિનેટર, ૮મી ડબલ્યુએસી), ડો. ભવદીપ ગણાત્રા (સેક્રેટરી, ૮મી ડબલ્યુએસી) ઉપસ્થિત રહ્યા હતા. ૮મી વિશ્વ આયુર્વેદ મહાસંમેલનનું મુખ્ય લક્ષ – સ્ટ્રેન્થનિંગ ધ આયુર્વેદા ઈકોસિસ્ટમ વિષય પરનું છે અને તેમાં ભારત અને વિદેશોમાંથી આયુર્વેદ ક્ષેત્રના હિતધારકો એકત્ર થશે. આ વર્ષે આ કાર્યક્રમના મુખ્ય ઘટકોમાં પોલિસી મેકર્સ કોન્ક્લેવ, ટિચિંગ એન્ડ રિસર્ચ મેથોડોલોજી વર્કશોપ, યુજી સ્ટુડન્ટ્સ ઓરિએન્ટેશન ચરકુહાન, નસ્ય સ્ટુડન્ટ કોન્ક્લેવ, પ્રેક્ટિશનર્સ કેપેસિટી બિલ્ડીંગ વર્કશોપ, બાયર સેલર મીટ, ઈન્ટરનેશનલ ડેલિગેટ્સ એસેમ્બ્લી, ઈન્ટરનેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ સેમીનાર વગેરે સામેલ રહેશે.
૮મી વિશ્વ આયુર્વેદ પાંચ પ્લેનરી સેશન્સ, ૯૬ પેરેલલ સેશન્સ અને મોટી સંખ્યામાં પેપર પ્રેઝન્ટેશન્સ તથા અન્ય અનેક સંલગ્ન ઈવેન્ટ્સ સામેલ હશે. પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત જીવનશૈલી અને સૌંદર્યના કાર્યકમો પણ યોજાશે. આ વર્ષે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અગાઉ કોચી, પૂણે, જયપુર, બેંગાલુરુ, ભોપાલ અને દિલ્હીમાં ૮મી વિશ્વ આયુર્વેદ મહાસંમેલન ની તુલનમાં સૌથી વિશાળ હશે. દેશ-વિદેશના ચાર હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપરાંત અન્ય સામેલ થનારા લોકોમાં વિદ્યાર્થીઓ, આયુર્વેિદક પ્રેક્ટિશનર્સ, ટ્રેડિશનલ હિલર્સ, શિક્ષણવિદ્દો, રિસર્ચ સાયન્ટીસ્ટ્સ, પોલિસી મેકર્સ, ઈન્ડસ્ટ્રી, કલ્ટીવેટર્સ અને મેડિસિનલ પ્લાન્ટ્સ કલેક્ટર્સ, એગ્રીકલ્ચરલ અને ફોરેસ્ટ્રી એક્સપટ્ર્સ, વિદેશી ગ્રાહકો, વિકસિત દેશોનાં રેગ્યુલેટર્સ અને સમાજના અન્ય લોકો કે કે જેઓ આયુર્વેદમાં રસ ધરાવે છે, તેઓ અમદાવાદ અને તેની આસપાસથી સામેલ થશે. ૨૩૦૩થી વધુ સાયન્ટીફિક પેપર્સ કે જેમાંથી ૭૦૦ વિશે એવી વિચારણા છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૦થી વધુ મલ્ટીટ્રેક સાયન્ટીફીક સેશન્સમાં પસંદગી પામી શકે છે. આયુર્વેિદક ઈન્ડસ્ટ્રી માટે બીટુબી મીટ, એથનો સેમિનાર અંગે કોન્ક્લેવ અને સાયન્ટીફીક લેક્ચર્સ તેમાં સામેલ આકર્ષણો બનશે.