અમદાવાદ : ભારતમાં હાલ પ્રી-વેડિંગનું વીડિયો અને ફોટોગ્રાફીનું કામ મોટાપાયે થઈ રહ્યું છે. જો કે, ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સે પ્રી-વેડિંગ કર્યા પછી ફોટા અને વીડિયોનું પરફોર્મન્સ સુધારા માટે કમ્પ્યૂટરમાં સોફ્ટવેર પર અનેક વખત કરેક્શન કરવું પડે છે. નવી ટેક્નોલોજીએ તેમનું આ કામ ઘણું આસાન કર્યું છે. ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સ માટે આવું જ એક સોફ્ટવેર છે એડોબ લાઈટરૂમ. ફોટોગ્રાફર્સ-વીડિયોગ્રાફર્સને એડોબ લાઈટરૂમ જેવી નવી ટેક્નોલોજીથી માહિતગાર કરવા માટે એક દિવસીય વર્કશોપનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતુ.
આ વર્કશોપમાં 22 વર્ષથી આ ક્ષેત્રમાં અનુભવી એવા એડોબી સર્ટીફાઈડ રાજેશ ભોકીયા દ્વારા ફોટોગ્રાફી અને વીડિયોમાં કલર કરેક્શન, લાઈટ કરેક્શન, શાર્પનિંગ જેવા ખૂબ જ અનુભવ માગતા વિષય પર સચોટ પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. લાઈટરૂમ મોટી ઈમેજ કલેક્શનને તેમાં સેટિંગ અને પેચવર્કને સંપૂર્ણ ન્યાય આપે છે. એક જ ઈમેજમાં કરેક્ટ કરેક્શન કરી અને તે જ શૂટની બધી જ ઈમેજ પર સેકન્ડોમાં કામ કરી આપે છે. ફોટો એડિટર તરીકે એડોબ લાઈટરૂમમાં ફોટોશોપની સુવિધાઓનો સમાવેશ થયેલ છે.
ખાસ મહત્વની બાબત એ છે કે વર્લ્ડના ટોપ 1,000 ક્રિએટીવ ફોટોગ્રાફર જેમાં નેશનલ જ્યોગ્રાફીના ઘણા જ ફોટોગ્રાફર સામેલ છે, તેમાંથી 95% ફોટોગ્રાફરો લાઈટરૂમનો જ ઉપયોગ કરે છે.
ભારતમાં હમણાંથી પ્રી-વેડિંગનું વીડિયો અને ફોટોગ્રાફીનું ખૂબ જ મોટા પાયે કામ થઈ રહ્યું છે. પરંતુ વીડિયો અને ફોટોગ્રાફરોને નવીટેક્નોલોજીના ટૂલ્સની માહિતી ન હોવાથી ખૂબ જ સમય અને મહેનત કરવી પડતી હોય છે, જેથી જયેશકુમાર જાદવ દ્વારા સમગ્ર ભારતમાં ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરોના સમય અને ઓછી મહેનતે વધુ ક્રિએટીવ કામ કરી શકે તે હેતુથી હોલીવૂડ અને બોલિવૂડ જેવી ઈન્ડસ્ટ્રીમાં વપરાતા એડવાન્સ ટેક્નોલોજીના એજ્યુકેશન પર વર્કશોપનું આયોજન કરાયું છે, જેમાં ફોટોવીડિયો ગ્રાફરોને પડતી ટેકનિકલ અને શોર્ટટ્રીક્સની માહિતી આપવામાં આવી હતી અને તેઓ દરેક શહેર અને રાજ્યમાં આ અંગે પ્રેક્ટિકલ વર્કશોપ કરી રહ્યા છે.
આ વર્કશોપમાં લાઈટરૂમની સંપૂર્ણ પ્રેક્ટિકલ સમજણ રાજેશ ભોકિયા દ્વારા અને સાથે ફેશન ફોટોગ્રાફી માટેની લાઈટિંગ પોઝિશન, જેવી મહત્વની બાબતો પર ધ્રુવીન જૈન દ્વારા પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ફોટો વીડિયોગ્રાફરના હિતાર્થે જયેશકુમાર જાદવ પે બેક ટુ સોસાયટીના સહયોગથી તેમની ટીમ જયેશ ખત્રી, વિજય ઠક્કર, નંદન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.