માત્ર ૩૨૭ મતોથી જીત્યા ભાજપાના આ દિગ્ગજ નેતા
ગુજરાત વિધાનસભાના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક રહ્યા છે, ત્યારે ભાજપાના એક દિગ્ગજ નેતા પણ માત્ર ૩૨૭ની પાતળી સરસાઇથી જીત મેળવી છે. ધોળકા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપાના નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ખૂબ જ પાતળી સરસાઇથી જીત મેળવી છે.
ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઇ રાઠોડે ૭૧,૨૦૩ મતો મેળવ્યા છે અને તેમની સામે ભૂપેન્દ્રસિંહને ૭૧,૫૩૦ મત મેળવ્યા છે. જો આ બન્નેએ મળવેલ મતોનો તફાવત કાઢવામાં આવે તો માત્ર ૩૨૭ મતથી તેઓ વિજયી બન્યા છે.
૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ૧૮,૮૪૫ મતોથી જીત મેળવી હતી.