સ્ત્રી એટલે ઘર, સમાજ અને પરિવાર નું કેન્દ્રબિંદુ. માન, મર્યાદા, ત્યાગ, સમર્પણ, મમતા, પ્રેમ અને કરૂણાની મૂર્તિ. સ્ત્રી માંજ સમયુ છે સર્વસ્વ. સ્ત્રી જ આદિ છે ને સ્ત્રી માંજ અંત. સ્ત્રીથી ઉદય અને સ્ત્રી જ કરે ઉદ્ધાર. ને તેમા પણ એકવીસમી સદીની સ્ત્રી એટલે ઘર અને પરિવાર સાથે દુનિયા પણ ચલાવે છે. ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી આજની સ્ત્રી પુરુષ સમોવડી બની રહી છે કે કહો બની જ ગઈ છે. આંખો બંધ કરીને સાસુ સસરા ને પતિ કે પછી પિતાના આદેશનું પાલન કરનાર સ્ત્રી તો હવે ભાગ્યે જ જોવા મળે છે. દુનિયાના કદમો સાથે કદમ મિલાવી રહેલ સ્ત્રી આજે પોતાના નિર્ણયો પોતે જ લેતી થઈ ગઈ છે. સ્વ – સમાનતા કે સ્વતંત્રતા સાથે બાંધછોડ કરવા કોઈ પણ સ્ત્રી આજે તૈયાર નથી. ને એટલે જ તેઓ પોતાના જ વડીલો કે પરિવાર જનો તરફથી આપેલ આદેશની અવહેલના કરતાં ખચકાતી પણ નથી.
હવે, પ્રશ્ન એ છે કે આ બધુ કેટલે અંશે યોગ્ય છે? એકવીસ મી સદીની સો called capable સ્ત્રીઓએ સ્વતંત્રતાની કે કહો, મોડર્ન દુનિયા પાછળ આંધળી દોટ મુકી છે. પૂરાં મોજ શોખ અને જાહોજલાલી સાથે જીવન જીવવાની તેઓની મહત્વકાંક્ષા જ તેઓને ઘર, પરિવાર અને લાગણીઓ થી દૂર લઈ જઈ રહી છે. પહેલા ના સમયમાં પત્નીના સગર્ભા થતાંજ પતિ અને પરિવાર જનો ગર્ભમાં રહેલ બાળકની જાતિ તપાસ કરવામાં લાગી જતું. જો પુત્ર હો તો તેની વધામણી થતી. જો પુત્રી હોય તો તેને જન્મવા જ ન દેવામાં આવતી અથવા જન્મ્યા પછી દૂધ પીતી કરી દેવામાં આવતી. આવાજ કુરિવાજો માંથી બહાર આવેલ આજનો સમાજ અને પિતા ને પુત્રી જન્મતાજ ખુશીનો પાર રહેતો નથી એ પુત્રી જ તેની તેમની દુનિયા બની જાય છે. ને તેજ દીકરીઓ તેઓની સ્વતંત્રતા ના નામે ચેડાં કરતી હોય છે. બિન્દાસ જીવન માણવાની લાલસામાં તેઓ પોતાના અસ્તિત્વનો કેટલો ભોગ આપે છે તે તો હવે કોઈનાથી છૂપું રહ્યું નથી. પર પુરુષ પર કરાતો આંધળો વિશ્વાસ અને પોતાના જ પિતા કે વડીલો પર કરાતા આક્ષેપો.
કેટલી સુંદર માનસિકતા હોય છેને, જોબ place પર જો કઈ પણ ભૂલ થાય કે ના પણ થાય, ત્યારે આપણા ઉપરી કે ત્યાંના બોસ દ્વારા જ રીતે ધમકાવામાં આવતા હોય છે ત્યારે તો ચુપ ચાપ મૂંગા મોં એ સહન કરી લે છે ને પોતાના જ ઘરે પોતાનાજ પરિવાર જનો કે વડીલો દ્વારા જો બે શબ્દ પણ ઉંચા અવાજે બોલાઈ જાય. તો પૂરેપૂરુ માન સ્વમાન જ ઘવાયી જાય છે. રાઇ નો પહાડ બની જાય છે અને મતભેદ નો મનભેદ સર્જાઈ જાય છે. તે પોતે એક સ્ત્રી છે એટલે તેના પર દબાણ કરવામાં આવે છે, કે તે પોતે એક સ્ત્રી છે એટલે જ તેને મર્યાદાના બંંધનોમાં બાંધવામાં આવે છે. આવા તો કેટલાય આક્ષેપોની માળા સર્જાય છે, ને બંધ બેસતી પાઘડી પહેરાય છે. પરંતુ આ બધું શા માટે?
રાજા હોય કે રંક દરેકને પોતાનુ જીવન પોતાની રીતે જીવવાની પૂરી છૂટ હોય છે. પરંતુ હકીકત તો એ છે કે દરેક વસ્તુ મર્યાદામાં થાય ત્યાં સુધી જ સારું. મર્યાદા બહાર જાય એટલે તેના દુષપરીણામ તો ભોગવવા જ પડે છે તે પછી સ્ત્રી હોય કે પુરુષ. ને તેમાંય ઘર, પરિવાર સમાજ બધીજ જવાબદારીનું પોટલું માથે હોય છે ને જરાપણ પગ લથડાય એટલે પવનનું એક જોકૂં પણ મૂળ સહિત વર્ષોથી ઊભા કરેલા પુરા ઝાડને ઉખાડી ફેંકેં છે. ને સ્ત્રી તો એક એવો છોડ હોય છે કે જેના મૂળિયા તેનો ભૂતકાળ હોય છે અને તે ભવિષ્યમા જન્મનાર અસંખ્ય શાખાઓનો આધાર હોય છે.
- રાજશ્રી સાગર