અમદાવાદ : કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે અમદાવાદમાં પણ તીવ્ર ઠંડી પડી રહી છે. અલબત્ત લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો પરંતુ તીવ્ર ઠંડીનો ચમકારો સવારથી જ રહ્યો હતો. લોકોને દિવસ દરમિયાન ગરમ વસ્ત્રોમાં રહેવાની ફરજ પડી હતી. કોલ્ડવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. આજે પણ રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયામાં જ રહી હતી
જ્યાં પારો ૬.૨ ડિગ્રી રહ્યો હતો. કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે ગરમ વસ્ત્રોના બજારમાં પણ જારદાર તેજી જામી ગઇ છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી રહ્યું હતું. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં ઠંડી વધી પારો ૮ સુધી પહોંચી શકે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં પણ કોલ્ડવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જાકે નલિયામાં લોકોની હાલત કફોડી બનેલી છે. કોલ્ડવેવની પરિસ્થિતિ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, વડોદરામાં રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવી જ સ્થિતિ રહેશે જેમાં પોરબંદર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી વ્યકત કરાઇ છ.