રાજ્યમાં કોલ્ડવેવ અકબંધ રહ્યો : નલિયામાં પારો ૫.૨

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ :  ગુજરાતમાં આજે સતત ચોથા દિવસે હાડ થિજાવતી ઠંડીનું મોજુ રહ્યું હતું. ગઇકાલે ગુરૂવારની સરખામણીમાં આજે શુક્રવારના દિવસે અનેક જગ્યાએ તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો. નલિયામાં પારો આજે આંશિક વધીને ૫.૨ સુધી પહોંચી ગયો હતો જ્યારે કંડલા એરપોર્ટ ખાતે પણ લઘુત્તમ તાપમાન ૮.૨ નોંધાયું હતું. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો જેમાં નલિયા ૫.૨, કંડલા એરપોર્ટ ૮.૨ ગાંધીનગર ૯.૪, ડિસા ૯.૪નો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી રહ્યું હતું. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવ ફરી વળે તેવી શક્યતા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે.

વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આંશિકરીતે વધ્યું હોવા છતાં દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વ†ોમાં સજ્જ દેખાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જારદાર તેજી જામી છે. રિવરફ્રન્ટ ખાતે ગરમ વસ્ત્રો બજારમાં આજે ગુરૂવારના દિવસે ભારે ભીડ જાવા મળ હતી.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા  ફેરફારની Âસ્થતિ રહેશે.  હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની Âસ્થતિ ઓછી જાવા મળી રહી છે.

Share This Article