ગુજરાત ઠંડુગાર : નલિયામાં તાપમાન ગગડીને ૬.૨ ડિગ્રી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ :  ગુજરાતમાં આજે હાડ થિજાવતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. નલિયામાં પારો જારદારરીતે ગગડીને ૬.૨ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. જ્યારે ડિસામાં પારો ૮.૪ અને અમદાવાદમાં પારો ગગડીને ૧૦.૮ સુધી નીચે પહોંચ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૦થી પણ નીચે રહ્યો હતો. જનજીવન ઉપર પણ તેની સીધી અસર થઇ હતી. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવ ફરી વળે તેવી શક્યતા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે.

વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં. છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જારદાર તેજી જામી છે.

રિવરફ્રન્ટ ખાતે ગરમ વસ્ત્ર બજારમાં આજે મંગળવારના દિવસે ભારે ભીડ જાવા મળ હતી. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા  ફેરફારની સ્થિતિ રહેશે.  હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે.

આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.

Share This Article