રાજ્યમાં ઠંડી વધી : નલિયામાં પારો વધુ ગગડી ૧૩ થઈ ગયો

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ :  ગુજરાતમાં અમદાવાદ, નલિયા સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. આજે નલિયામાં પારો ગગડીને ૧૩ સુધી પહોંચી ગયો હતો. જેથી તીવ્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં પણ પારો વધુ ગગડીને ૧૫.૯ સુધી થઈ ગયો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સ્થિતિ અકબંધ રહી શકે છે. અમદાવાદમાં પારો આવતીકાલે વધુ ઘટે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષ કરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. વાદળ હોવાના કારણે ઠંડુ વાતાવરણ જાવા મળે છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં લોકો ફિટનેસને જાળવવા માટે પણ વધુ સાવધાન બન્યા છે અને ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે. ઠંડીની શરૂઆત થતા ફિટનેસ જાળવવા માટેનો આ સર્વશ્રેષ્ઠ ગાળો હોવાથી જરૂરી નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે.  ખાસ કરીને અમદાવાદમાં તો સવારમાં લોકો  ઠંડી અનુભવી રહ્યા છે. સવારમાં ઓફિસ જતા લોકો હવે ગરમ વ†ોમાં સજ્જ દેખાયા હતા.

વહેલી સવારમાં અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના ગાળામાં હજુ પણ લોકોને ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આમ હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. પાટનગર ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાન ગઈકાલની સરખામણીમાં વધ્યું હતું. ગઈકાલે ગુરૂવારના દિવસે ૧૪.૬ની સામે આજે પારો ૧૫ થયો હતો.

 

 

Share This Article