વિંગ કમાન્ડર દીપિકા મિશ્રાને વીરતા પુરસ્કાર, એવોર્ડ મેળવનાર વાયુસેનાના પહેલા મહિલા અધિકારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વીરતા પુરસ્કાર મેળવનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે. દીપિકા, જે રાજસ્થાનની છે, તેને મધ્ય પ્રદેશમાં પૂર રાહત કામગીરી દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલી “અસાધારણ સાહસ” માટે વાયુ સેના મેડલ (વીરતા) એનાયત કરવામાં આવ્યો છે. વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાયુસેનામાં મહિલાઓને તેમના સેવા પ્રત્યેના સમર્પણ માટે ભૂતકાળમાં પુરસ્કારો મળ્યા છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય વાયુસેનાની મહિલા અધિકારીને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ગુરુવારે સુબ્રોતો પાર્કમાં એરફોર્સ ઓડિટોરિયમ ખાતે આયોજિત સમારોહમાં અનેક અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને યુદ્ધ સેવા મેડલ અને અન્ય પુરસ્કારો મળ્યા હતા. એરફોર્સના બે અધિકારીઓને યુદ્ધ સેવા મેડલ, ૧૩ અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને વાયુ સેના મેડલ (વીરતા), ૧૩ અધિકારીઓને વાયુ સેના મેડલ અને ૩૦ વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એરફોર્સમાંથી ૫૭ અને આર્મીમાંથી એક સહિત કુલ ૫૮ વ્યક્તિઓએ એવોર્ડ મેળવ્યા છે.

Share This Article