હાલમાં પાકિસ્તાન સાથેના સંબંધ તંગ હતા ત્યારે સર્વપક્ષીય બેઠક થઇ હતી. એ વખતે વડાપ્રધાન મોદી પર કુષ્ટિ ધરાવતા ૨૧ નેતાઓ દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે વડાપ્રધાને તેમને વિશ્વાસમાં લીધા ન હતા. શહીદોના નામ પર રાજનીતિ રમવામાં આવી હતી. સાથે સાથે મજબુરીથી સેનાની પ્રશંસા પણ કરી હતી. પરંતુ ધ્યાન આપવા લાયક બાબત એ છે કે પાકિસ્તાનની સામે આ ૨૧ પક્ષોના નેતાઓએ ક પણ શબ્દનો ઉપયોગ કર્યો ન હતો. સાથે સાથે પાકિસ્તાનની નિંદા પણ કરવામાં આવી ન હતી.
જેશે મોહમ્મદ અને પાકિસ્તાન સરકારની નિંદા પણ કરવામાં આવી ન હતી. બેઠકમાં અને ત્યારબાદ પણ આ નેતાઓએ માત્રને માત્ર નરેન્દ્ર મોદીની ટિકા અને નિંદા કરી છે. વિપક્ષના લોકો કયા મામલે ઇચ્છતા હતા કે તેમને વિશ્વાસમાં લેવામાં આવે. સર્જિકલ સ્ટ્રાઇક મામલે ? એ મામલે જેના કારણે મોદી સરકારની આ લોકોએ ટિકા કરી હતી અને ચીનની પ્રશંસા કરી હતી. ડોકલામ મામલે ચીનને સાથે આપવાની બાબત જાણીતી રહી છે. વિદેશી મિડિયા અને ચીનના રાજદુત અને મંત્રી સાથે ગુપ્ત મુલાકાત કરે છે. પાકિસ્તાનના રાજદુત સાથે ગુપ્ત મુલાકાત કરવામાં આવે છે. કેટલીક એવી બાબતો પણ છે જે લખીશુ તો છપાશે નહીં. શુ આ પ્રકારના લોકોને કોઇ ગુપ્ત માહિતી આપી શકાય છે. અમને દુશ્મનને આંખ દેખાડનાર વડાપ્રધાન જોઇએ છે.
આંખોથી ઇશારા કરનાર વડાપ્રધાન જોઇતા નથી. વિપક્ષ ઇચ્છે છે કે મોદીના નિર્ણયના કારણે ભાજપને ફાયદો ન થાય . અમે ઇચ્છે છીએ છીએ કે મોદી એવા કઠોર પગલા લે જેના કારણે દેશ અને દેશના લોકોને ફાયદો થાય. સોશિયલ મિડિયા પર જોવામાં આવે તો જાણી શકાય છે કે આજે મોદી વિરોધી એવી જ ભાષા બોલે છે જેવી ભાષા પાકિસ્તાન બોલે છે. આ વખતે વિપક્ષે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગ્યા નથી પરંતુ પરંતુ તેમના સમર્થકો કહી રહ્યા છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી નથી. કોઇ નુકસાન થયુ નથી. તમામ બાબતો ખોટી છે. પાકિસ્તાન ત એમ પણ કહી રહ્યુ હતુ કે તેની કસ્ટડીમાં બે પાયલોટ છે અને તેના દ્વારા એફ-૧૬નો ઉપયોગ કરવામા આવ્યો જ નથી. પરંતુ બંને બાબતો પાકિસ્તાનની ખોટી સાબિત થઇ ચુકી છે. મોદીના અંધવિરોધી વાસ્તવિકતાને ક્યારેય સ્વીકાર કરશે નહીં.