ડેઇલી મેલ અનુસાર ચીનમાં યોજાયેલી એક અનોખી સ્પર્ધા સામે આવી છે. ઘણા લોકો એવા હોય છે જે જરાય તીખુ નથી ખાતા હોતા. જ્યારે ઘણા લોકો એવા હોય છે કે જેમનુ જમણ મરચા વગર પૂર્ણ નથી થતુ. ત્યારે ચીનમાં એક એવી પ્રતિયોગીતા યોજવામાં આવી હતી જેમાં પાણી ભરેલા ટબમાં બેસીને લાલ મરચા ખાવાના. દર વર્ષે આ સ્પર્ધા હુનાન શહેરમાં યોજવામાં આવે છે. તેમાં એક વ્યક્તિ કે જેનુ નામ તાંગ શુઆઇહુઇ છે, તેણે 1 મિનીટમાં 50 મરચા ખાઇ લીધા હતા. તે આ સ્પર્ધાનો વિજેતા બન્યો હતો. વિજેતા બનનારને 3 ગ્રામનો 24 કેરેટનો સિક્કો મળે છે.
હુનાન પ્રાંતના પાર્કમાં આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તે જગ્યાનુ તાપમાન 40 ડિગ્રી હતુ. આટલા તાપમાનમાં પાણી ભરેલા ટબમાં બેસીને મરચા ખાવાની પ્રતિયોગીતા પૂર્ણ કરવાની હોય છે. જે પ્રાંતમાં આ પ્રતિયોગીતાનું આયોજન કર્યુ હતુ ત્યાના મરચા ખૂબ વખણાય છે.
છેલ્લા 2 વર્ષથી આ સ્પર્ધાનુ આયોજન થાય છે. આ વર્ષે ગયા વર્ષના વિજેતાનો રેકોર્ડ તૂટી ગયો હતો. ગયા વર્ષના વિજેતાએ ફક્ત 15 મરચા જ ખાઇ શક્યો હતો. આ વર્ષના વિજેતાએ 50 મરચા ભરેલી પ્લેટ ખાલી કરી દીધી હતી.