WHO એ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીથી લઈને લોકડાઉનની ત્રાસદી સુધી…૨૦૧૯-૨૦નો એ દોર તો તમને યાદ હશે. કોવિડ-૧૯એ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. જેની અસર હજુ પણ જાેવા મળે છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ્‌સ સામે આવતા રહે છે. કોરોનાનો કહેર હજુ ઓછો થયો જ હતો કે ત્યાં દુનિયામાં એક નવી બીમારીએ દસ્તક આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. જેના વિશે ચિંતાઓ સેવાઈ રહી છે તે બીમારીનું નામ છે મંકીપોક્સ. દુનિયાના અનેક લોકો ઝડપથી આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. ખાસ કરીને આફ્રીકી દેશ કોંગો અને તેની આજુબાજુના વિસ્તારોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. તેને લઈને WHOએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ બીમારી ૨૦૨૨ની સરખામણીમાં વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. મંકીપોક્સનો જૂનો વેરિએન્ટ પહેલેથી જ દુનિયાના અનેક દેશોમાં મળી ચૂક્યો છે. પરંતુ નવો વેરિએન્ટ કોંગો સિવાય ક્યાંય સામે આવ્યો નથી. અમેરિકા અને બ્રિટનમાં પણ નવા વેરિએન્ટના કેસ મળ્યા નથી. અમેરિકન સીડીસીએ ડોક્ટરો માટે ચેતવણી જાહેર કરી છે કે ત્વચા પર ચકામા કે ઘા જેવી બીમારીઓમાં સતર્ક રહેવાની જરૂર છે. અત્રે જણાવવાનું કે મંકીપોક્સ બીમારી મોટાભાગે શારીરિક સંબંધ કે સમલૈંગિક સંબંધ બનાવવાના કારણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે. આવામાં મંકીપોક્સની સરખામણી અવારનવાર એઈડ્‌સ જેવી બીમારી સાથે પણ થાય છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ પણ કેનેડાવાસીઓને અલર્ટ કર્યા ચે. તેમણે બધાને ચેતવણી જાહેર કરતા કહ્યું કે એક નવો વાયરસ આવવાનો છે. જે કોવિડ ૧૯થી પણ વધુ ખતરનાક હોઈ શકે છે. આથી બધાએ સાવધાન રહેવાની જરૂર છે. ઉૐર્ં ના મહાનિદેશક ડોક્ટર ટેડ્રોસ એડનામના જણાવ્યાં મુજબ મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર બધાએ ભેગા મળીને કામ કરવાની જરૂર છે. આફ્રીકી દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડ્ઢઇઝ્ર)માં ઘણા લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. ત્યાંના લોકો એક દેશથી બીજા દેશમાં પલાયન કરતા હોય છે. તેનાથી બીમારી ફેલાવવાનું જાેખમ છે. આથી બધાએ સતર્ક રહેવું જાેઈએ. મંકીપોક્સની બીમારીના કેસ ૧૩ દેશમાં જાેવા મળ્યા છે. કોંગોના પાડોશી દેશ કેન્યા, રવાન્ડા, યુગાન્ડા, અને બુરંડીમાં પણ મંકીપોક્સના કેસ મળ્યા છે. જ્યારે ૨૦૨૨માં આ બીમારી અમેરિકા અને યુકે જેવા દેશોમાં પણ જાેવા મળી હતી. ૫૮ અમેરિકી અને અનેક હજાર બ્રિટિશ નાગરિકો મંકીપોક્સનો ભોગ બની ચૂક્યા છે.

Share This Article