રાજકોટ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે તો આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા છે, જેથી આજી નદીમાં પાણીની આવક વધતાં નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. આ સમયે ફાયરબ્રિગેડની ટીમને આજી નદીમાંથી એક પુરુષની લાશ તરતી મળી આવી હતી, જેથી તેને રેસ્ક્યૂ કરીને પોલીસને જાણ કરાઈ હતી. હાલ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલ શહેરના રામનાથપરા વિસ્તારમાં ૧૩૫ વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થઈ હતી. સવારે ધોધમાર વરસાદ ચાલતો હતો ત્યારે મારા ઘરની બહાર એક જોરદાર અવાજ આવ્યો, એટલે હું દરવાજો ખોલીને જોવા ગયો એ સાથે જ ઉપરથી આખો કાટમાળ મારી ઉપર પડ્યો હતો અને મને ખભા તથા મોઢા પાસે ઈજા થઈ છે. સવારે આસપાસ જયારે ધોધમાર વરસાદ ચાલુ હતો એ સમયે અચાનક જોરદાર અવાજ આવ્યો એટલે અમારી પાસે રહેતા પ્રવીણભાઈ દરવાજો ખોલવા ગયા અને તેમના પર મકાનની છત પડી ગઈ હતી. તેમણે તરત મારા નામની બૂમ પાડી એટલે હું ત્યાં પહોંચ્યો અને મેં તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા. આ મકાન ૧૩૫ વર્ષ પહેલાંનું છે એટલે સ્વાભાવિક છે એમાં આવું થઈ શકે. હાલ રાજકોટ મનપાની ફાયર શાખા દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ છે.
રાજકોટમાં રાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે શહેરમાં મેઘરાજાના કહેરના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં રામનાથપરામાં ૧૩૫ વર્ષ જુના મકાનની છત ધરાશાઈ થઇ છે. જ્યાં સવારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. એ સમયે ઘરની બહાર વીજળીના કડાકા જેવો અવાજ થયો હતો. જેથી ઘરમાં રહેતા પ્રૌઢે દરવાજો ખોલતા જ મકાનની છત ધરાશાયી થઇ હતી. જ્યાં તેઓ ઘાયલ હતા. હાલ રાજકોટ મનપાની ફાયર શાખાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. આ સાથે રાજકોટમાં ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી છે. જ્યાં એક વ્યક્તિનો મૃતદેહ તણાઈને આવ્યો છે. હાલ ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પુરુષનો મૃતદેહને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.