વ્હોટ્સએપ એપ્લિકેશન હવે તમને પ્રાપ્ત મેસેજીસ તમને ફોર્વર્ડેડ છે તેવો સંકેત આપશે. આ વધારાનું કોન્ટેક્સ્ટ વન-ઓન-વન અને ગ્રુપ ચેટ્સ ફોલો કરવાનું આસાન બનાવવામાં મદદ કરશે. ઉપરાંત જો તમારો ફ્રેન્ડ કે સંબંધીએ મોકલેલો મેસેજ જાતે લખ્યો છે કે પછી કોઈક અન્યનો મેસેજ ફોર્વર્ડ કર્યો છે તે નક્કી કરવામાં પણ તમને મદદરૂપ થશે. આ નવું ફોર્વર્ડેડ લેબલ જોવા માટે તમારે તમારા ફોન પર વ્હોટ્સએપનું નવું સપોર્ટેડ વર્ઝન ધરાવવું જરૂરી છે.
વ્હોટ્સએપ તમારી સુરક્ષાની ઊંડાણથી કાળજી રાખે છે. અમે ફોર્વર્ડ કરાતા મેસેજ શેર કરવા પૂર્વે વિચાર કરવા માટે તમને પ્રોત્સાહન આપીએ છીએ. યાદગીરી તરીકે તમે એક ટેપમાં કોન્ટેક્ટ સ્પામ રિપોર્ટ કરી કે બ્લોક કરી શકો છો અને હંમેશાં મદદ માટે વ્હોટ્સએપ પાસે સીધાજ પહોંચી શકો છો. વધુ માહિતી માટે કૃપા કરીને અમારું વ્હોટ્સએપ સેફ્ટી ટિપ્સનું પેજ www.whatsapp.com/safety. જુઓ.
કંપનીએ દેશભરના અખબારોમાં જાહેરાતો પણ આપી છે, જેથી ઉપભોક્તાઓ વ્હોટ્સએપ મંચ પર ખોટી માહિતી સામે લડવાની રીત વિશે જાણી શકે. આ જાહેરાતો હિંદી અને અંગ્રેજીમાં છે અનેઆ સપ્તાહમાં અનેક અન્ય ભાષામાં પણ અપાશે. વ્હોટ્સએપ આગળ જતાં આ ઝુંબેશને નિર્માણ કરશે અને વધુ લોકો સુધી પહોંચવા માટે અખબારોની પાર પણ આ જાહેરાતો આપશે.
આ સૌપ્રથમ જાહેરાત ઉપભોક્તાઓને વ્હોટ્સએપ પર ફોર્વર્ડેડ મેસેજ સાચો છે કે નહીં તે નક્કી કરવા માટે મદદરૂપ થવા અમુક ટિપ્સ:
- મેસેજ ફોર્વર્ડેડ ક્યારે કરાયો છે તે સમજો: મૂળ મેસેજ કોણે લખ્યો છે તેની ખાતરી નહીં હોય તો વાસ્તવિકતાની બે વાર ખાતરી કરીલો.
- તમને અપસેટ કરતી માહિતીનો જવાબ માગો: જો તમે કશું એવું વાંચો જે તમને ક્રોધિત કરે તે ડરાવે તો તમને તેવી લાગણી કરાવવા માટે તે મોકલવામાં આવ્યો છે કે એવું પૂછો. અને જો ઉત્તર હા હોય તો ફરી શેર કરવા પૂર્વે બે વાર વિચારો.
- માનવામાં નહીં આવે તેવી માહિતીની તપાસ કરો : માનવામાં નહીં આવે તેવી વારતાઓ મોટે ભાગે ખોટી હોય છે, જેથી તે ખરેખર સાચી છે કે તે અન્યત્રથી તપાસી જુઓ.
- અલગ દેખાતા મેસેજીસનું ધ્યાન રાખો : ઘણા બધા મેસેજીક માં અફવા હોય અથવા ખોટા સમાચારો હોય, જેમાં સ્પેલિંગમાં ભૂલો હોય છે. આ સંકેતની તપાસ કરો , જેથી માહિતી સાચી છે કે નહીં તે જાણી શકો.
- મેસેજીસમાં ફોટો ધ્યાનથી તપાસી જુઓ : ફોટો અને વિડિયો ડેવલપ કરવાનું આસાન છે, પરંતુ તમને ગેરમાર્ગે દોરવા તેમાં એડિટ પણ કરાઈ શકે છે. અમુક વાર ફોટો અસલી હોય છે, પરંતુ તેની આસપાસની વારતા ખોટી હોય છે. આથી ફોટો ક્યાંથી આવ્યો તે ઓનલાઈન જુઓ.
- લિંક્સ પણ તપાસો : લિંક નામાંકિત વેબસાઈટની છે એવું જણાઈ શકે છે, પરંતુ જો તેમાં સ્પેલિંગમાં ભૂલો હોય અથવા અસામાન્ય કેરેક્ટર્સ હોય તો સામાન્ય રીતે તે કશુંક ખોટું હોવાનો સંકેત છે.
- અન્ય સૂત્રોને ઉપયોગ કરો: વારતા અન્યત્ર પણ આવી છે કે નહીં તેની ખાતરી કરવા માટે અન્ય ન્યૂઝ વેબસાઈટ્સ કે એપ્સ જુઓ. વારતા ઘણાં બધાં સ્થળે રિપોર્ટ કરાઈ હોય તો તે સાચી હોવાની શક્યતા છે.
- તમે શેર કરો તેનો બે વાર વિચાર કરો : જો તમને સ્રોત કે સંબંધિતની ખાતરી નહીં હોય તો તે માહિતી ખોટી હોઈ શકે છે , જેથી તે શેર કરવા પૂર્વે બે વાર વિચારો.
- તમે જુઓ તે નિયંત્રણ કરી શકો છો: વ્હોટ્સએપ પર તમે કોઈ પણ નંબર બ્લોક કરી શકો અથવા તમે ચાહોતે ગ્રુપ છોડી શકો છો . તમારા વ્હોટ્સએપના અનુભવને કાબૂમાં રાખવા માટે આ ફીચર્સ નો ઉપયોગ કરો.
- ખોટા સમાચારો મોટે ભાગે વાઈરલ જાય છે : તમને મેસેજ કેટલી વાર આવે છે તેનું ધ્યાન નહીં રાખો. મેસેજ ઘણી વાર શેર કરાયો હોય તેનો અર્થ તે સાચો છે એવું નથી.
ખોટા સમાચારો સામે લડવા ટેકનોલોજી કંપનીઓ, સરકાર અને સમુદાય ગ્રુપે એકત્ર કામ કરવાની જરૂર છે. જો તમને કશું પણ જોયેલું ખોટું લાગે તો લોકો ને સતર્ક કરો અને તેને ફેલાવવાથી રોકો.