જી હા, વોટ્સએપ ના નવા ફીચર મુજબ હવે એડમીનને એક વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે જેના થાકી તે ગ્રુપ ના બીજા મેમ્બરના રાઇટ્સ જેવા કે પોસ્ટ કરવી તેને કંટ્રોલ કરી શકશે, એટલુંજ નહિ આ વિચાર એક ઇન્ફોરમેશન ગ્રુપ કે સમાચાર સંસ્થા માટે આશીર્વાદ રૂપ છે જ્યાં જક્ત માહિતી જ આપવાની હોય છે અને જો કોઈ પ્રશ્ન કે સવાલ હોય તો તે ઇમેઇલ કે ઇંડીવિઝયુલ ચેટ દ્વારા પૂછી શકાય
આ ફીચર એક્ટિવ કરવા તમે ગ્રુપ માં જય સેટિંગ માં જવાનું હોય છે અને ત્યાં એડમીન ઓન્લી પોસ્ટ સિલેક્ટ કરવાથી પોસ્ટ કરવાના અધિકાર ફક્ત અને ફક્ત એડમીન પાસે રહેશે અને ગ્રુપમાં અન્ય વ્યક્તિ કોઈજ પ્રકારની પોસ્ટ નહિ કરી શકે. તમે એક ગ્રુપમાં મલ્ટીપલ એડમીન પણ રાખી શકો છો. જેનાથી સંચાલનમાં સરળતા થઇ શકે.
આ ફીચર આઈ ઓ એસ ના નવા વર્ઝન 12 માટે પણ કાર્ય કરે છે એટલે જેમને એપલનો બીટા ટેસ્ટિંગ પ્રોગ્રામ સબ્સ્ક્રાઇબ કર્યો હોય તેઓ પણ આ એપ્લિકેશન અપગ્રેડ કરી અને નવા ફીચરનો લાભ લઇ શકે છે.