ચાલો જોઈએ 2018 બીટા ટેસ્ટિંગ માં બૉટ્સેપ Android v2.18.179 દ્વારા આવનારા નવા ફીચર અને તેની ખાસિયત
1 – ફોર્વર્ડેડ સ્ટેમ્પ
હવે તમે વોટ્સએપના કન્ટેન્ટ અને તેની ઓરિજિનાલિટી પણ ચકાસી શકશો, જી હા… જો તમે કોઈનો મેસેજ ફોરવર્ડ કરશો તો તેની ઉપર ફોર્વર્ડેડનો એક સ્ટેમ્પ મરેલો જોવા મળશે જેથી તમે તેને કેટલો વિશ્વાસપાત્ર માનવો તેનું જજમેન્ટ લઇ શકો. આ ઉપરાંત ખોટા સમાચાર કે અફવાઓને રોકવા અને તેના મૂળ સોર્સ સુધી પહોંચવામાં પણ આ ફીચર ખુબ મદદગાર નીવડશે,
2 – ડિટેઇલ રાઈટ મેનેજમેન્ટ
હવે એડમીન કયા યુઝરને કેટલા રાઈટ આપવા તે નક્કી કરી શકશે, એડમીન તરીકે પોતે અન્ય મેમ્બર ને એડમીન બનાવવામાં આવે ત્યારે સેટિંગ્સમાં યુઝર રાઈટ અને કંટ્રોલ પણ મેનેજ કરી શકશે, આ ફીચર પાછળ નો મુખ્ય ઉદ્દેશ વોટ્સએપ બિઝનેસ ઍપ્લીકેશન માટે એક ગ્રુપ મેનેજમેન્ટ સરળ બનાવવાનો છે. જોકે યાહૂ દ્વારા યામાર નામક એપ્લિકેશન દ્વારા કોર્પોરેટ ચેટ ટૂલ બનાવામાં આવ્યું હતું જેના ચેટ ફીચર આ નવા ટૂલ સાથે ખુબ મળતા આવે છે.
3 – હેન્ડ ફ્રી વોઇસ મેસેજ
વોટ્સએપ ચેટમાં હવે તમે હેન્ડ ફ્રી રીતે વોઇએસ મેસેજ મોકલી શકશો, નવી વોઇસ કમાન્ડ સિસ્ટમ દ્વારા સિરી અને ગુગાલ વોઇસનો ઉપીયોગ કરી અને વોટ્સએપ વોઇસ રેકોર્ડિંગ અને ફોરવર્ડિંગ પણ ફોન ને અડક્યા વિના કરી શકવું સંભવ બનશે, આ ફીચર વાહન ચાલકોમાંટે આશીર્વાદ સમાન નીવડશે અને ફોન ના કારણે થતા અકસ્માતની સંખ્યા માં ઘટાડો થશે.