અમને હીલ નહીં આરામ જોઇએ છે

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

આધુનિક સમયમાં હીલની યુવતિઓમાં બોલબાલા છે. આને સમૃદ્ધિના પ્રતિક તરીકે પણ ગણવામાં આવે છે. જાણકાર લોકો કહે છે કે ફેશન તરીકે હીલનો પ્રયોગ સૌથી પહેલા ૧૬મી શતાબ્દીમાં ફ્રાન્સની રાણી દ્વારા કરવામાંમ આવ્યો હતો. એમ કહેવામાં આવે છે કે રાણીની લંબાઇ ઓછી હતી. રાણીએ પોતાના પ્રેમીને પ્રભાવિત કરવા માટે હાઇ હીલનો ઉપયોગ કરવા લાગી હતી. તેમના પ્રેમી આગળ ચાલીને ફ્રાન્સના રાજા બન્યા હતા. તેમનુ નામ હેનરી દ્ધિતિય બન્યા હતા. હેનરીને પ્રભાવિત કરવા માટે રાણીએ બે ઇંચ ઉંચા હીલ પહેરવા માટેની શરૂઆત કરી હતી. ત્યારબાદથી આની શરૂઆત થઇ હતી.

હીલ યુવતિઓમાં લોકપ્રિય બનવાની શરૂઆત થઇ હતી. આજે હીલ પહેરનાર યુવતિને આધુનિક તરીકે ગણવામા આવે છે. તે સમૃદ્ધ ગણવામાં આવે છે. વર્ષ ૧૭૭૦માં બ્રિટીશ સંસદમાં એક કાનુન લવાયુ જેમાં હીલના પ્રયોગ પર ત્યાંજ દંડન જોગવાઇ કરવામાં આવી હતી. દે જાદુ અને તંત્ર મંત્ર માટે સજાની જાગવાઇ હતી તે જાગવાઇ આના માટે લાગુ કરવામાં આવી હતી. ૧૮૧૦માં થોડાક સમય સુધી બ્રેક પર રહ્યા બાદ હીલની ફરી વાપસી થઇ હતી. વર્ષ ૧૮૫૦માં સિલાઇ મશીનની શરૂઆત થયા બાદ તેનુ ઉત્પાદન અનેક ગણુ વધી ગયુ હતુ. આજે કેટલીક જગ્યાએ હીલ પસંદગી નહીં બલ્કે મજબુરી બની ગઇ છે. જે મહિલાઓ આજે હીલ પહેરતી નથી તેમને પ્રોફેશનલ તરીકે પ્રભાવી ગણવામાં આવતી નથી.

જો કે આજે પણ દરેક મહિલાને હીલ પસંદ નથી. જેથી આવી સ્થિતીમાં હીલ માટે કોઇના પર દબાણ લાવવાની બાબત યોગ્ય નથી. જાપાનમાં તો કેટલીક મહિલા કુ ટુ નામથી આંદોલન ચલાવે છે. જે ઉંચા હીલની સામે છે. પ્રોફેશનલ મહિલાઓને ત્યાં હિલ્સ પહેરવાની બાબત ફરજિયાત છે. ભારત સહિત કેટલાક દેશોમાં કોર્પોરેટ જગતમાં આ પરંપરાનુ પાલન થાય છે. આ પ્રથાનો વિરોધ કરી રહેલી જાપાની મહિલાઓનુ માનવુ છે કે પગને મોટા થતા બચાવવા માટે બાળકોના પગ બાંધી દેવાની પરંપરા છે.

જાપાનમાં આ મહિલાઓ વિરોધ પ્રદર્શન કરીને હાઇ હિલ્સનો વિરોધ કરે છે. તેઓ મહિલાની સામે હિલને લઇને ઝુંબેશ ચલાવી રહી છે. હીલના ખરાબ પ્રભાવને ધ્યાનમાં લઇને બે વર્ષ પહેલા કેનેડામાં નોકરીના સ્થળ પર હીલને ફરજિયાત કરવાની સામે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. જાણકાર નિષ્ણાંત કહે છે કે માનવીના પગ એ રીતે બનેલા છે કે હીલ પહેરવા માટે આર્ક ન બનવાના કારણે પગને મદદ મળતી નથી. લાંબા સમય સુધી હીલ પહેરવાની સ્થિતીમાં પગ, પીઠમાં દુખાવો થઇ શકે છે. આધુનિક યુગમાં યુવતિઓ પોતાને મોડર્ન તરીકે રજુ કરવા માટે હાઇ હીલવાળા સુઝ અથવા તો સેન્ડલ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ યુવતિઓને હવે સાવધાન થઇ જવાની અને નવા અભ્યાસની નોંધ લેવાની જરૂર છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, ઉંચા હીલવાળા સેન્ડલ પહેરવાથી ફેશનમાં ચોક્કસપણે વધારો થાય છે. પરંતુ સંશોધનમા જણાવવામાં આવ્યું છે કે સાંધાના દુઃખાવો પણ હાઇહિલના કારણે વધવાનો ખતરો રહે છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દરરોજ હાઇહિલ પહેરનાર મહિલાઓના મત લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે હાઇહિલ પહેરનાર યુવતિઓ અને મહિલાઓની સાંધામાં દુઃખાવાની ફરિયાદ વધારે રહી છે. હાઇહિલ બોડી ઉપર સીધી અશર કરે છે. આના લીધે  પગ, ઘુઠણ અને અન્ય જાઇન્ટ પર દબાણ આવે છે.

બ્રિટનના જાણીતા અખબાર ડેઇલી ટેલીગ્રાફે જણાયુ છે કે, એક વખતે સાંધાના દુઃખાવાની ફરિયાદ શરૂ થઇ ગયા બાદ આ ફરિયાદ સતત વધે છે. ૨ હજાર લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે સાંધામાં દુઃખાવાની ફરિયાદ મોટા ભાગે વય વધતાની સાથે જાવા મળે છે. પરંતુ હાઇહિલ પહેરનાર યુવતિઓ અથવા મહિલાઓમાં નાની વયમાં પણ આ ફરિયાદ જાવા મળી છે. અભ્યાસમાં ૨૨ ટકા લોકોએ એવો મદ વ્યÂક્ત કર્યો છે કે, સાંધામાં દુઃખાવા વય વધતાની સાથે સાથે ચોક્કસપણે થાય છે. ૩૬ ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની સ્થિતિથી વધારે વાકેફ નથી. સાંધાના દુઃખાવા સાથે સંબંધિત નિષ્ણાંત પ્રોફેસર એન્થોની રેડમન્ડે કહ્યું છે કે, હિલના શૂઝ અથવા તો સેન્ડલ નુકસાનકારક સાબીત થઇ શકે છે. યોગ્ય ફુટવેરની પસંદગી પગ ઉપર આવતા દબાણને ઘટાડવામાં ઉપયોગી સાબીત થાય છે. જાઇન્ટ ઉપર પણ દબાણને ઘટાડે છે. દરરોજની પ્રવૃતિના લીધે હાઇહિલ પહેરવાની સ્થિતિમાં પગ ઉપર અને જાઇન્ટ ઉપર દબાણ આવે છે. યોગ્ય ફુટવેર કોઇપણ પ્રકારની ઇજા અથવા તો સાંધાને નુકસાનના ખતરાને ઘટાડે છે. એક ઇંચથી વધારે હીલ અયોગ્ય છે.

Share This Article