પૃથ્વી પર પાણીની જેમ ન વાપરવા જેવું કોઇ તત્વ હોય તો એ હવે ‘પાણી’ છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જૂનાગઢ જીલ્લામાં જુનાગઢ શહેર, ભેસાણ અને વંથલી ખાતે સુજલામ્ સુફલામ્ જળસંગ્રહ કાર્યક્રમનો શુભારંભ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, વહાણવટા તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ કરાવ્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે જળ એ પ્રભુનો આશીર્વાદ છે. મનુષ્ય ઉપરાંત સમગ્ર સૃષ્ટિનો આધાર પાણી છે. મનુષ્યનો દેહ પંચતત્વનો બનેલો છે, જેમાં પાણી મહત્વનું તત્વ છે અને માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ પણ પાણીનું છે. માનવીએ કરેલી સૌથી મોટી ભૂલ એ પાણીનો બગાડ છે. પાણીનો અવિવેકી ઉપયોગ કરીને પોતાની જાત સામે જ જોખમ ઉભુ કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપવા છે, જેમણે સમયસર આ જળસંગ્રહ અભિયાન ઉપાડ્યું  છે. આ જળસંગ્રહ અભિયાનનાં પરિણામે લાખો ક્યુબીક ફીટ પાણીનો અધિક સંગ્રહ કરી શકાશે જેના થકી આવનારા સમયમાં ગુજરાતની ખેતી અને વનરાજી ખીલી ઉઠશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પહેલી મે, ગુજરાત સ્થાપના દિન તથા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની પણ શુભેચ્છા પાઠવી હતી.

Share This Article